અમરાવતી: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ શુક્રવારે અભૂતપૂર્વ પગલું ઉઠાવતા તેમના 25 સભ્યોની કેબિનેટમાં 5 ડેપ્યુટી સીએમની નિમણૂંક કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા મંત્રીપરિષદની રચના શનિવારે એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે. મુખ્યમંત્રીએ શુક્રવાર સવારે તેમના આવાસમાં આઇએસઆઇ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે 5 ડેપ્યુટી સીએમની નિમણૂંક કરવાના તેમના નિર્ણયની જાહેરાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: નીતિ કમિશનની બેઠકમાં નહીં આવે મમતા બેનરજી, પીએમ મોદીને લખી ચિઠ્ઠી


અનુસૂચિત જાતી, અનુસૂચિત જનજાતી, પછાત વર્ગો, લઘુમતીઓ અને કાપુ સમુદાયોમાંથી એક-એક ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. તેમણે તેમના ધારાસભ્યોને એવું પણ જણાવ્યું હતું કે, કેબિનેટમાં મુખ્ય રીતે નબળા વર્ગોના સભ્યો હશે. જ્યારે તે અપક્ષા કરવામાં આવી રહી હતી કે, રેડ્ડી સમુદાયને મંત્રીમંડળમાં મુખ્ય સ્થાન મળશે.


વધુમાં વાંચો: CBI ઓફિસ ફરી પહોંચ્યા બેનરજીના ખાસ IPS અધિકારી, રાજીવ કુમારની પૂછપરછ શરૂ


વધુમાં રેડ્ડીએ જણાવ્યું હતું કે, અઢી વર્ષ બાદ સરકારના પ્રદર્શનની સમીક્ષા કર્યા પછી મંત્રીમંડળમાં ફેરબદલી કરવામાં આવશે. આ અગાઉ એન ચંદ્રબાબૂ નાયડૂની સરકારમાં કાપૂ અને પછાત વર્ગોના એક-એક ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. જગન મોહનના આ નિર્ણયને એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. જેનો અર્થ દરેક વર્ગોને જોડી રાખવાનો છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...