નવી દિલ્હી: આજકાલ અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોને પોતાની જિંદગી ગુમાવવી પડે છે. ત્યારે આંધ્રપ્રદેશના ચિતૂરમાં શનિવારે મોડીરાત્રે એક બસ દુર્ઘટનામાં 7 લોકોના કમકમાટીભર્યા મોત થયા, જ્યારે 45થી વધુ લોકો ઘાયલ થયા. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના તિરૂપતિથી 25 કિલોમીટર દૂર બકરાપેટામાં બની. નજરે જોનારાઓના મતે, ડ્રાઇવરની બેદરકારીને કારણે બસ ભેખડ પરથી ખાડીમાં પડી હતી. એસપી તિરુપતિએ જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ બસ સગાઈ સમારોહમાં જઈ રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંધારાના કારણે રેસ્ક્યૂમાં પડી મુશ્કેલી
રિપોર્ટના મતે, આ અકસ્માત શનિવારે મોડીસાંજે તિરૂપતિથી લગભગ 25 કિલોમીટર દુર ચંદ્રગિરી મંડળમાં બકરાપેટ વિસ્તારમાં બન્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો ભેગા થઈ ગયા હતા, તેમણે તાત્કાલિક પોલીસને આ દુર્ઘટના વિશે માહિતી આપી અને રેસ્ક્યૂ ટીમ પહોંચે ત્યાં સુધીમાં જાતે રાહત કાર્યમાં જોડાઈ ગયા હતા. થોડી વારમાં પોલીસ અને તંત્રની ટીમ સાથે રેસ્ક્યૂ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જોકે રાતના અંધારું હોવાના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી હતી. એવામાં રવિવાર સવાર થતાં જ રેસ્ક્યૂ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube