નવી દિલ્હી : આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં મોડી રાત્રે દારૂ પીને ગાડી ચલાવી રહેલા છ લોકોએ વન વિભાગના અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો. આ લોકોનો દાવો હતો કે તેમની સાથે કોંગ્રેસ ધારાસભ્યના પુત્ર છે અને તેમના ગુસ્સાના કારણ બસ એટલું જ હતું કે વન વિભાગના તમામ ઇન્સપેક્ટરે તેમને દારૂ પીતા રોકાઇ જવાની વાત કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લોકોએ વન વિભાગના સેક્શન અધિકાર જ્યોતિ સ્વરૂપને ખરાબ રીતે માર માર્યો અને ગાળાગાળી કરી. તેઓ આટલે જ નહોતા અટક્યા, પરંતુ તથાકથિત કોંગ્રેસ એમએલસીના પુત્રના પગ પડીને માફી માંગવા માટે મજબુર કર્યા. આ લોકો શ્રીશૈલમ જઇ રહ્યા હતા. જો કે ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ સક્રિય થઇ અને તેમાંથી પાંચ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા. એક વ્યક્ત ભાગવામાં સફળ રહ્યો. જ્યોતિ સ્વરૂપે સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પગે પડવા માટે મજબુર કર્યો
અધિકારીઓના અનુસાર યુવાનોએ પોતાની કાર વન વિભાગનાં કાર્યાલય પાસે ઉભી કરી અને દારૂ પીવા લાગ્યા. ડ્યુટી પર રહેલ સ્વરૂપે તેમને કહ્યું કે, જંગલમાં દારૂ પીવાની મનાઇ છે. આ સાથે જ સ્વરૂપે તેમને ઓળખ કાર્ડ દેખાડવા જણાવ્યુ. ત્યાર બાદ તે યુવાનોએ તેની સાથે દુર્વ્યવહાર કરવાનું ચાલુ કરી દીધું અને તેને ગાળો આપવા લાગ્યા હતા. તેમાંથીએક વ્યક્તિએ કહ્યું કે, તે એમએલસીનો પુત્ર છે. કાર્ડ માગવાની હિમ્મત કઇ રીતે કરી ?  



વીડિયોમાં જોઇ શકાય છેકે આ લોકોની ગુંડાગર્દી આગળ સ્વરૂપ એકદમ અસહાય દેખાઇ રહ્યા હતા. જે વ્યક્તિ મુદ્દે દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેઓ એમએલસીનો પુત્ર છે, સ્વરૂપે તેની આગળ હાથ જોડ્યો, જો કે ત્યાર બાદ તેને તે વ્યક્તિનાં પગ પર પડવા માટે મજબુર કરી દીધા. કોર્ટે આ લોકોને 30 ઓગષ્ટ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાયા છે.