આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે હાલમાં જ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. હાઈકોર્ટે સ્વીકાર્યું કે જો કોઈ સાસુ તેમની પુત્રવધુને ઘરેલુ કામ કરવા માટે પરફેક્ટ થવાનું કહે તો તે ક્રુરતા ગણાય નહીં કે ન તો તેને ઈન્ડિયન પીનલ કોડની કલમ 498એ હેઠળ ગણી શકાય. સિંગલ બેન્ચના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડો. વીઆરકે કૃપા સાગરે આ ટિપ્પણી એક કેસમાં કરી જેમાં મહિલાએ પતિ અને સાસુ પર ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો અને કહ્યું કે તેઓ તેને ઘરેલુ કામમાં નિપુણ થવાનું કહેતા હતા. કોર્ટે સાસરિયાઓને દહેજ પ્રથા હેઠળ અપાયેલી સજાને પણ રદ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટની ટિપ્પણી
કોર્ટે કહ્યું કે નવી પરણેલી વહુએ ઘરના કામોમાં વધુ કુશળતાથી ભાગ લેવાની જરૂર વિશે ઘરના મોટા જણાવે તો તે દહેજ અને ક્રુરતા સંલગ્ન નથી જેમ કે કલમ 304-એમાં વર્ણવવામાં આવ્યું છે. ઘરના કામોમાં પ્રશંસા કે ટિપ્પણી થવી એ સામાન્ય વાત છે. જો ઘરેલુ કામ કરવામાં ખામીઓ બદલ દુર્વ્યવહાર કરવામાં આવે કે શારીરિક રીતે પરેશાન કરવામાં આવે ત્યારે તેને ઘરેલુ હિંસા ગણી શકાય. 


મહિલાના પિયરિયાઓએ આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓએ તેમની પુત્રીની હેરાન કરી. લગ્નના આઠ મહિનાની અંદર તેમની પુત્રી સાથે ક્રુરતા કરવામાં આવી. એ પણ આરોપ લગાવવામાં આવ્યો કે સાસરિયાઓએ તેમના તરફથી કરાયેલા વિવાહ સમારોહ અને વ્યવસ્થાની સરખામણી પરિવારના અન્ય પુત્રોના વિવાહ સમારોહ સાથે પણ કરી. જજે જો કે વિવાદને ફગાવી દીધો. 


સોનું ખરીદવાનું વિચારતા હોવ તો સાવધાન....ગ્રાહકો સાથે આ રીતે થઈ રહી છે છેતરપિંડી!


Viral Video:લાકડામાંથી બનાવી દીધી બુલેટ બાઇક: પેટ્રોલ વિના રસ્તા પર દોડે છે રમરમાટ


કોર્ટે કહ્યું કે લગ્ન કે જશ્ન કે મોટાઓ માટે સરખામણી કરવી નવપરણિત યુવતીને ઘરના કામોમાં વધુ કુશળતાથી સામેલ થવાની જરૂરિયાત અંગે જણાવવું એ કોઈ પણ પ્રકારે દહેજના સંદર્ભમાં દહેજ અને ક્રુરતા સાથે જોડાયેલું નથી જે રીતે કલમ 304-એ ભારતીય દંડ સહિત (આઈપીસી)માં વર્ણવેલું છે. 


જજે કહ્યું કે જો વાસ્તવમાં મહિલાને પરેશાની હતી તેને સાસરામાં હેરાન કરવામાં આવતી હતી તો તેણે કોઈને જણાવવું જોઈતું તું. એવી કોઈ વ્યક્તિ સામે આવી નથી જેણે કોર્ટને જણાવ્યું હોય કે મહિલાને સાસરિયાઓ હેરાન પરેશાન કરતા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube