આ તો કેવી કમનસીબી!!! આલીશાન ઘરનું સપનું તૂટી ગયું, જીવનભરની કમાણીને ખાઇ ગઇ ઉધઈ
કહેવામાં આવે છે કે ઘણીવાર આકરી મહેનત અને ઇમાનદારીથી કામ કર્યા બાદ પણ જો ભાગ્ય સાથ ન આપે તો લોકોના સપના પુરા થતા નથી. એવું જ કંઇક થયું આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં જ્યાં એક વેપારીએ આલીશાન ઘર બનાવવા માટે ખૂબ પૈસા એકઠા કર્યા પરંતુ હવે તેના તે પૈસા કાગળની બની ગયા છે.
આંધ્રપ્રદેશ: કહેવામાં આવે છે કે ઘણીવાર આકરી મહેનત અને ઇમાનદારીથી કામ કર્યા બાદ પણ જો ભાગ્ય સાથ ન આપે તો લોકોના સપના પુરા થતા નથી. એવું જ કંઇક થયું આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં જ્યાં એક વેપારીએ આલીશાન ઘર બનાવવા માટે ખૂબ પૈસા એકઠા કર્યા પરંતુ હવે તેના તે પૈસા કાગળની બની ગયા છે.
જોકે કૃષ્ણા જિલ્લાના માઇલવારમમાં વિજળી જમાલય નામના બિઝનેસમેનને ભૂંડની લે-વેચનો ધંધો કરે છે. તેમાંથી તેણે જે પણ આવક થતી હતી તે તેણે કોઇ બેંક એકાઉન્ટમાં રાખવાના બદલે પોતાના ઘરમાં એક પેટીમાં મુકી દેતો હતો. તેણે આ પૈસાથી પોતાના માટે એક મોટું ઘર બનાવવાનું સપનું જોયું હતું.
Covid special Train માંથી મળ્યો 'ખજાનો', અડધી રાત સુધી ચાલી ગણતરી
જોકે હવે તે બિઝનેસમેનએ એક દિવસ પેટી ખોલીને જોયું તો તેના અરમાનો પર પાણી ફરી વળ્યું કારણ કે પેટીમાં રાખેલા લગભગ 5 લાખ રૂપિયા ઉઘઇ લાગવાના લીધે પસ્તી બની ગયા હતા. આ જોઇને વિજળી જમાલય ખુબ નિરાશ થઇ ગયો કારણ કે મહેનત વડે ભેગા કરેલા પૈસા તેની નજર સામે કાગળની પસ્તી સમાન બની ગયા હતા. હવે તે પૈસા તેના કોઇ કામના નથી કારણ કે તે સડી ચૂક્યા હતા.
ત્યારબાદ બિઝનેસમેને વિચાર્યું કે હવે આ નોટ તેને કામ નહી આવે ના તો તે બાળકોને વહેંચી શકે જેથી બાળકો તેના વડે રમી શકે. જોકે અહીં પણ બદકિસ્મતીએ અહીં તેનો સાથ ન છોડ્યો. બાળકોને અસલી નોટો વડે રમતાં જોઇ કોઇએ પોલીસને તેની સૂચના આપી.
સુરક્ષા સાથે હવે Petrol પણ બચાવશે Smart Traffic Helmet, દુર્ઘટના થતાં એમ્બુલન્સને મોકલશે એલર્ટ
પોલીસ જ્યારે ઘટનાની તપાસ માટે પહોંચી તો પેટીમાં આટલા બધા રૂપિયાને ઉઘઇ કટી ગયેલા જોઇને ચોંકી ઉઠી. પોલીસે તેને જપ્ત કરી બિઝનેસમેન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube