નવી દિલ્હીઃ Andhra Pradesh News: ટામેટાંની આસમાને પહોંચેલી કિંમતો વચ્ચે આંધ્ર પ્રદેશના ચિતૂર જિલ્લામાં એક કિસાને 45 દિવસમાં ટામેટાંની 40,000 પેટીઓ વેચી અને 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે ટામેટાંની ખેતી કરતા ખેડૂત પાસે 22 એકર ખેતીની જમીન છે. જેમાં તેમણે એપ્રિલ મહિનામાં ટામેટાંનું વાવેતર કર્યું હતું. તેમણે ઝડપથી ઉત્પાદન કરવા માટે મલ્ચિંગ અને સારી સિંચાઈ સુવિધા જેવી તકનીકનો ઉપયોગ કર્યો હતો. ખેડૂતને પોતાના પ્રયાસમાં સફળતા મળી અને મોટા પાયે ટામેટાંનું ઉત્પાદન થયું હતું. 


તેણે કર્ણાટકના કોલાર માર્કેટમાં તેની ઉપજ વેચી. બજારમાં 15 કિલોના ટામેટાંની ટોપલીનો ભાવ રૂ. 1,000 થી રૂ. 1,500 વચ્ચે હતો. જ્યારે તેઓએ છેલ્લા 45 દિવસમાં 40,000 બોક્સનું વેચાણ કર્યું હતું.


આ પણ વાંચોઃ 60 રૂપિયાથી ઓછો છે IPO નો ભાવ, 40 રૂપિયાનો ફાયદો! આ સપ્તાહે થશે ઓપન


ટામેટાના ભાવમાં થયેલા વધારા પર પોતાની ખુશી વ્યક્ત કરતાં ચંદ્રમૌલીએ કહ્યું, "મને અત્યાર સુધી મળેલી ઉપજમાંથી મેં 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કુલ મળીને, ઉપજ મેળવવા માટે મારી 22 એકર જમીનમાં મને 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. "આમાં કમિશન અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જનો સમાવેશ થાય છે. તેથી નફો 3 કરોડ રૂપિયા છે."


દરમિયાન, આંધ્ર પ્રદેશનું મદનપલ્લે જે ભારતમાં ટમેટાના સૌથી મોટા બજારોમાંનું એક છે. ટામેટાંની કિંમત વધી રહી છે કારણ કે શુક્રવાર એટલે કે 28 જુલાઈના રોજ પ્રથમ તબક્કાના ટામેટાંનો પ્રતિ કિલો ભાવ 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.


શુક્રવારે મોટી સંખ્યામાં વેપારીઓ ટામેટાંની ખરીદી માટે બજારમાં પહોંચ્યા હતા. અહેવાલ મુજબ પ્રથમ કક્ષાના ટામેટાં ઉત્તરીય શહેરોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે. બે અઠવાડિયા પહેલા 25 કિલોનો ક્રેટ 3,000 રૂપિયા એટલે કે 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતો હતો. જોકે, હવે અન્ય રાજ્યોમાં ટામેટાંની માંગ વધવાને કારણે ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube