આંધ્ર પ્રદેશમાં મોટી દુર્ઘટના, ઓટોરિક્ષા હાઈ ટેન્શન વીજ લાઈનની ઝપેટમાં આવતા 8 લોકો જીવતા ભૂંજાયા
આંધ્ર પ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. તડીમારી મંડલના ચીલ્લાકોન્ડિયાપલ્લીમાં એક ઓટો હાઈ ટેન્શન ઈલેક્ટ્રિસિટી વાયરના સંપર્કમાં આવી જતા 8 લોકો જીવતા ભૂંજાઈ ગયા. દુર્ઘટનાનો ભોગ બનેલી ઓટોમાં સવાર લોકો સવાર સવારમાં ખેતકામ માટે જઈ રહ્યા હતા.
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. એક દર્દનાક અકસ્માતમાં 8 લોકો જીવતા ભૂંજાઈ જવાથી મોતના મુખમાં સમાઈ ગયા. એવું કહેવાય છે કે તડીમારી મંડલ જિલ્લાના ના ચીલ્લાકોન્ડિયાપલ્લી વિસ્તારમાં માં એક ઓટો હાઈ ટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી જતા 8 લોકો જીવતા ભૂંજાઈ ગયા.
મળતી માહિતી મુજબ ઓટોમાં 10 લોકો સવાર હોવાનું કહેવાય છે. . પોલીસે ઘટનાની જાણ થતા જ સ્થાનિકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. એવું કહેવાય છે કે કરંટ લાગવાથી આગ એટલી ઝડપથી ફેલાઈ કે કોઈને બચવાની તક જ ન મળી અને ઓટોમાં સવાર લોકો આ અકસ્માતનો ભોગ બની મોતના મુખમાં સમાઈ ગયા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભોગ બનેલા લોકો સવાર સવારમાં ખેતકામ માટે જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક રસ્તામાં આ અકસ્માત થયો. તમામ મૃતકો ગુડેમપલ્લી ગામના રહીશ હતા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube