વિશાખાપટ્ટનમઃ Andhra Pradesh Temple: આંધ્ર પ્રદેશ સરકારે કહ્યું કે તે દરેક ગામમાં એક મંદિર બનાવશે. નાયબ મુખ્યમંત્રી કોટ્ટુ સત્યનારાયણ (Kottu Satyanarayana) એ કહ્યુ કે, મુખ્યમંત્રી વાઈ એસ જગનમોહન રેડ્ડી (YS Jaganmohan Reddy) ના નિર્દેશ પર હિન્દુ ધર્મની રક્ષા અને પ્રચાર માટે આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્માદા વિભાગનો પણ કાર્યભાર સંભાળી રહેલા સત્યનારાયણે મંગળવાર (28 ફેબ્રુઆરી) એ કહ્યું- મોટા પાયા પર નબળા વર્ગોના વિસ્તારમાં હિન્દુ મંદિરો બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 


કોટ્ટુ સત્યનારાયણે શું કહ્યું?
તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના શ્રી વાણી ટ્રસ્ટે મંદિરોના નિર્માણ માટે પ્રત્યેક મંદિરને 10 લાખ રૂપિયા ફાળવ્યા છે. રાજ્યમાં 1330 મંદિરોને બનાવવાની શરૂઆત સિવાય, આ લિસ્ટમાં અન્ય 1465 મંદિર પણ જોડવામાં આવ્યા છે. આ રીતે કેટલાક ધારાસભ્યોના આગ્રહ પર વધુ 200 મંદિર બનાવવામાં આવશે. 


આ પણ વાંચોઃ નીતા અને ટીના અંબાણીમાંથી કઈ વહુ છે કોકિલા અંબાણીની ફેવરિટ? ચાલો જાણીએ 


સત્યનારાયણે કહ્યું કે બાકી મંદિરોનું નિર્માણ અન્ય સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ સત્યનારાયણના જણાવ્યા અનુસાર, ધર્માદા વિભાગના નેજા હેઠળ 978 મંદિરોનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે, જ્યારે દરેક 25 મંદિરોનું કામ એક સહાયક એન્જિનિયરને સોંપવામાં આવ્યું છે.


કેટલા પૈસા આપવામાં આવ્યા?
કેટલાક મંદિરોના પુનર્નિર્માણ અને મંદિરોમાં ધાર્મિક વિધિઓ માટે ફાળવવામાં આવેલા 270 કરોડ રૂપિયામાંથી 238 કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે. તેવી જ રીતે, આ નાણાકીય વર્ષમાં મંદિર દીઠ રૂ. 5,000 ના દરે અનુષ્ઠાન (ધૂપ દીપ નૈવેદ્યમ) માટે ભંડોળ ફાળવવામાં આવેલા રૂ. 28 કરોડમાંથી રૂ. 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.


સત્યનારાયણે કહ્યુ- ધૂમ દીપ યોજના હેઠળ 2019માં 1561 મંદિર રજીસ્ટ્રડ હતા, હવે તેની સંખ્યા 5000 થઈ ગઈ છે. તેમણે દાવો કર્યો કે તેને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે. સાથે કામ જલદી પૂરી થવાની આશા વ્યક્ત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube