વિશાખાપટ્ટનમથી રાયગડા જઈ રહેલી એક પેસેન્જર ટ્રેન આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 18 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મૃતકો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. 


રેલવેના જનસંપર્ક અધિકારીએ કહ્યું કે બચાવ અભિયાન ચાલુ છે અને રેલવે અધિકારીઓ ધટનાસ્થળે છે. ઘટનાસ્થળેથી અનેક તસવીરો પણ સામે આવી રહી છે જેમાં જોઈ શકાય છે કે આ બે ટ્રેનોની ભીડંતનો મામલો છે. રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ દ્વારા અપાયેલી જાણકારી મુજબ ટ્રેકને ક્લિયર કરી દેવાયો છે. વિશાખાપટ્ટનમ-પલાસાની આગળના 11 ડબ્બા આગામી સ્ટેશન અલમંદા પર પહોંચી ગયા છે. જ્યારે વિશાખાપટ્ટનમ-રાયગડાના પાછળના 9 ડબ્બાને પાછલા સ્ટેશન કંટાકપલ્લે સુધી પાછા લઈ જવાયા છે. પાટા પરથી ઉતરી ગયેલા અને પ્રભાવિત થયેલા ડબ્બાઓ ઉપરાંત તમામ કાટમાળને પણ ઘટનાસ્થળેથી હટાવી દેવાયો છે. પરંતુ આ બધા વચ્ચે એ સવાલ ઉઠે છે કે આખરે એકવાર ફરીથી આટલો મોટો અકસ્માત થયો કેવી રીતે?


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube