નવી દિલ્હી: હવે બેરોજગાર લોકોને બહુ જલદી નોકરીની નવી તક મળનાર છે. આંગણવાડી વર્કર્સ, આસિસ્ટન્ટ અને સુપરવાઈઝર માટે અલગ અલગ પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8000 લોકોની થશે ભરતી
આ વેકેન્સીઝ પર લગભગ 8000 પદો પર ભરતી થવાની છે. તેની ઓનલાઈન અરજી જમા કરવાની તારીખ 4 એપ્રિલ 2022 છે. કેન્ડિડેટ્સ આ સંલગ્ન કોઈ પણ જાણકારી માટે નોટિફિકેશન જોઈ શકો છો. અત્રે જણાવવાનું કે 16 માર્ચથી અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 


કેવી રીતે કરી શકશો અરજી?
ઈચ્છા ધરાવનારા ઉમેદવારો અરજી જમા કરવા માટે અધિકૃત વેબસાઈટ  e-hrms.gujarat.gov.in પર જાઓ. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઓનલાઈન આવેદન પર ક્લિક કરો અને તમારી પર્સનલ ડિટેલ્સ ભરીને ફોર્મ જમા કરો. આ અરજી પત્રની  પ્રિન્ટ આઉટ કાઢવાનું ના ભૂલશો. 


18થી 33 વર્ષની ઉંમર સુધીના લોકો કરી શકશે અરજી
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. રિઝર્વ્ડ કેટેગરીના ઉમેદવારો માટે ઉંમરની લિમિટમાં છૂટનું પ્રોવિઝન પણ છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગી મેરિટના બેસિસ પર કરવામાં આવશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube