ચંડીગઢઃ નરેન્દ્ર મોદી (narendra modi) સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આશરે ચાર મહિનાથી કિસાનોનું આંદોલન (Kisan Andolan In Punjab) ચાલી રહ્યું છે. શનિવારે પંજાબના મલૌત શહેરમાં પ્રદર્શન કરી રહેલા કિસાનો ઉગ્ર થઈ ગયા હતા. નારાજ કિસાનોના એક ગ્રુપે અબોહરથી ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ સાથે ધક્કા-મુક્કી કરી અને કથિત રીતે તેના કપડા ફાડી નાખ્યા હતા. નારંગના સમર્થકોએ કહ્યુ કે, ધારાસભ્યો પર કેટલાક લોકોએ હુમલો કર્યો, જેથી તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા. તેના કપડા પ્રદર્શનકારીઓએ ફાડી નાખ્યા, તેના પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. સ્થિતિ જોતા ભાજપના ધારાસભ્ય તત્કાલ ત્યાંથી જતા રહ્યા હતા. ધારાસભ્ય સાથે અભદ્રતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગે આરોપ લગાવ્યો કે આ ઘટના પાછળ પંજાબની કોંગ્રેસ સરકારનો હાથ છે. ભાજપ કાર્યાલયમાં મીડિયાને સંબોધિત કરવા નારંગ જ્યારે મુક્તસર જિલ્લાના મલોટ પહોંચ્યા તો હંગામો શરૂ થઈ ગયો હતો. પ્રદર્શનકારી પહેલાથી હાજર હતા. તેમણે નારંગને કહ્યુ કે, તે કેન્દ્ર દ્વારા પાસ કૃષિ કાયદાની વિરુદ્ધ છે. 


આ પણ વાંચોઃ Election 2021: પ્રથમ તબક્કામાં જોશમાં જોવા મળ્યા મતદાતા, બંગાળમાં 80 તો અસમમાં 72 ટકા મતદાન  


એક પોલીસ ઓફિસરને થઈ ઈજા
પ્રદર્શનકારીઓએ ધારાસભ્યનો કાર્યક્રમ સ્થળ સુધી ન પહોંચવા દીધા અને તેમણે વાહન પર કાળી શાહી લગાવી દીધી હતી. તેમાં પોલીસને ધારાસભ્યની સુરક્ષા નક્કી કરવા અને તેને બચાવવાનો પ્રયાસ કરતી જોવા મળી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ અશ્વિની શર્મા સહિત પાર્ટીના નેતાઓએ કેન્દ્રના કૃષિ કાયદાનું સમર્થન કરવાને કારણે પાછલા વર્ષે ઓક્ટોબરથી જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube