મુંબઈ: બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પોતાની આવનારી ફિલ્મ ટોટલ ધમાલના ટ્રેલર લોન્ચ પ્રસંગે અનિલ કપૂરે વડાપ્રધાન સાથે થયેલી એક ખાસ મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ અનેક વર્ષોથી તેમને મળવાની રાહ જોઈ રહ્યાં હતાં. જો કે ક્યારેય શક્ય બન્યું નહીં. તેમનું માનવું છે કે તેમને મળવું એ તેમના નસીબમાં લખાયું હતું અને તે ખુબ પ્રેરણાદાયક રહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેતા  અનિલ કપૂરનું કહેવું છે કે તેઓ ભાગ્યશાળી છે  કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક મળી. તેમને મળીને તેમણે સન્માનિત થયા હોય તેવું અનુભવ્યું. 62 વર્ષના અનિલ કપૂરે કહ્યું કે મોદી જ્યારે ગુજરાતના વડાપ્રધાન હતાં ત્યારના તેઓ મોદીને મળવાની કોશિશ કરી રહ્યાં હતાં. પરંતુ શક્ય બન્યું નહીં. તેમણે કહ્યું કે કેટલીક મુલાકાતો એવી હોય છે કે જે ભાગ્યમાં લખી હોય છે. આથી હું ભાગ્યશાળી હતો અને તેમને મળીને સન્માનિત મહેસૂસ કરી રહ્યો છે. તે ખુબ પ્રેરણાદાયક રહી. 


પોતાના અનુભવો અંગે જણાવતા અનિલ કપૂર કહે છે કે પીએમ મોદીનું વ્યક્તિત્વ ખુબ જ પ્રેરણાદાયક છે. મારી મુલાકાત ભાગ્યે કોઈ એવી વ્યક્તિ સાથે થઈ જે દેશ માટે આ હદે આકરી મહેનત  કરે છે. 


નરેન્દ્ર મોદી આગામી વડાપ્રધાન બનવા જોઈએ કે નહીં? આ સવાલ પર બોલિવૂડના આ અનુભવી કલાકારે કહ્યું કે બધા માટે એ જોવાનું રહેશે કે આગામી ચૂંટણીમાં શું થાય છે અને પરિણામ શું આવે છે. પરંતુ હાલ આ મંચ પર ઊભા રહીને રાજકારણ અંગે ચર્ચા ન કરીએ એ સારું રહેશે. અનિલ  કપૂરે આ વાતો ટોટલ ધમાલના ટ્રેલર લોન્ચ અવસરે જણાવી. 


ટોટલ ધમાલનું નિર્દેશન ઈન્દ્રકુમાર કરી રહ્યાં છે. ફિલ્મમાં અનિલ કપૂર ઉપરાંત અભિનેતા અજય દેવગણ, માધુરી દિક્ષીત, અરશદ વારસી, રિતેશ દિશમુખ, જોની લીવર, બોમન ઈરાની, સંજય મિશ્રા સહિત અનેક કલાકારો જોવા મળશે. ટોટલ ધમાલમાં એકવાર ફરીથી અનિલ કપૂર અને માધુરીની જોડી જોવા મળશે. બંને 2000માં રિલીઝ થયેલી પુકાર ફિલ્મમાં છેલ્લે જોવા મળ્યા હતાં. આ દરમિયાન માધુરીએ  કહ્યું કે અનિલ કપૂર આટલા વર્ષોમાં જરાય બદલાયા નથી.