બેંગલુરુ/તિરુવનંતપુરમઃ વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને રવિવારે મીડિયામાં આવેલા એ રિપોર્ટને ફગાવી દીધા જેમાં જણાવાયું હતું કે, કેરળની પૂર્વ એથલીટ અંજુ બોબી જ્યોર બેંગલુરુમાં બેઠક દરમિયાન ભાજપમાં જોડાઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારમાં કેરળના એકમાત્ર મંત્રી મુરલીધરને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "અંજુ અને તેના પતિ રોબર્ટ બોબી જ્યોર્જ સાથે મારે જૂના સંબંધો છે. શનિવારે બેંગલુરુમાં પાર્ટીનો કાર્યક્રમ હતા, જ્યાં તેઓ મને મળવા આવ્યા હતા. અંજુ આવી ત્યારે કાર્યક્રમ શરૂ થવાનો હતો, આથી એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એથલીટ હોવાના ધોરણે મેં તેને ડાયસ પર બોલાવી હતી."


કર્ણાટક સંકટઃ ભાજપે 30 રૂમ બૂક કર્યા, કોંગ્રેસે બોલાવી ધારાસભ્યોની વિશેષ બેઠક


આ મુલાકાતમાં રાજનીતિ અંગે કોઈ ચર્ચા થઈ નથી. તે પોતાના ઈન્સ્ટીટ્યુટ માટે ચર્ચા કરવા આવી હતી. કેરળની લોન્ગ જમ્પ એથલીટ અત્યારે બેંગલુરુમાં કસ્ટમ વિભાગમાં કામ કરકી રહી છે. અર્જુન પુરસ્કારથી સન્માનિત અંજુએ વર્ષ 2003માં પેરિસમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તેણે દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રથમ મેડલ અપાવ્યો હતો. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....