નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નકલી ડિગ્રી વિવાદનાં કારણે એબીવીપીનાં હાંકી કઢાયેલા દિલ્હી યુનિવર્સિટી અધ્યક્ષ અંકિત વસોયાના મુદ્દે શુક્રવારે ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સત્તાપક્ષ પાર્ટીમાં મંત્રીમંડળનો દરવાજો નકલી ડિગ્રી દેખાડીને જ ખુલે છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, શ્રી છપ્પન (મોદી) અને તેમના મંત્રીઓએ વિદ્યાર્થીઓને દેખાડ્યું છે કે ભાજપમાં મંત્રીમંડળનો ઇમરજન્સી દ્વાર નકલી ડિગ્રી દેખાડીને જ ખુલે છે. તેમણે કહ્યું કે, શૈક્ષણીક સંસ્થાઓ પર પ્રહાર અને નકલી ડિગ્રીવાળાઓને સત્તા પર બેસાડવા આરએસએસનો જુનો સિદ્ધાંત છે. એટલા માટે દિલ્હી પર સંઘની ફર્જીકલ સ્ટ્રાઇક ચાલું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એબીવીપીનાં બયોયાને પોતાનાં પદ પરથી રાજીનામું આપવા કહ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, એબીવીપીએ દિલ્હી યુનિવર્સિટીનાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ અંકિત બસોયાને પોતાનાં પદપરથી રાજીનામું આપવા કહ્યું છે અને તેમની વિરુદ્ધ નકલી ડિગ્રી સોંપવા અંગે લાગેલા આરોપોની તપાસ પુરી થતા સુધી તેમને સંગઠનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. કોંગ્રેસનાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ આલોચના કરી કે હાઇકોર્ટની સુનવણી પહેલા દબાણમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 



પરિષદે એક નિવેદનમાં કહ્યું કે, તેણે બસોયાનાં દિલ્હી યુનિવર્સિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા માટે જણાવ્યું છે અને દિલ્હી યુનિવર્સિટીની સત્યાપન પ્રક્રિયા સંપુર્ણ થતા સુધી તેને એબીવીપીનાં તમામ જવાબદારીઓથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. પરિષદે કહ્યું કે, દિલ્હી યુનવર્સિટી વિદ્યાર્થી સંઘની શાખને જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો.