Anna Hazare Letter: દારૂ નીતિ પર અન્ના હજારેએ CM કેજરીવાલને લખ્યો પત્ર, `તમારી કથની અને કરણીમાં ફરક`
Anna Hazare Letter: અન્ના હજારેએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે અને પોતાની હૈયાવરાળ કાઢી છે. અન્ના હજારેએ પોતાના પત્રમાં અરવિંદ કેજરીવાલને સંબોધિત કરતા લખ્યું છે કે તમારા મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર હું તમને પત્ર લખી રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી સરકારની દારૂ નીતિને લઈને જે ખબરો આવી રહી છે તેને વાંચીને દુ:ખ થાય છે.
Anna Hazare Letter: દિલ્હીમાં આબકારી નીતિમાં કથિત કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે દિલ્હીના મુખ્યમંત્રી સીએમ અરવિંદ કેજરીવાલને અન્ના હજારેએ પત્ર લખ્યો છે અને કહ્યું કે તેઓ દિલ્હીમાં દારૂની દુકાનો બંધ કરાવે. તેમણે એમ પણ લખ્યું છે કે અરવિંદ કેજરીવાલે સ્વરાજ પુસ્તકમાં મોટી મોટી વાતો લખી હતી, પરંતુ તેમના આચરણ પર તેની અસર જોવા મળતી નથી. અન્ના હજારેએ પોતાના પત્રમાં અરવિંદ કેજરીવાલને સંબોધિત કરતા લખ્યું છે કે તમારા મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર હું તમને પત્ર લખી રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી સરકારની દારૂ નીતિને લઈને જે ખબરો આવી રહી છે તેને વાંચીને દુ:ખ થાય છે. આ સાથે જ અન્ના હજારેએ પત્ર દ્વારા દારૂ સંલગ્ન સમસ્યાઓ વિશે સૂચનો પણ આપ્યા છે.
અન્ના હજારેનો પત્ર...
સતત આંદોલનથી મહારાષ્ટ્રમાં 10 કાયદા બન્યા
અન્ના હજારેએ પત્રમાં લખ્યું છે કે ગાંધીજીના ગાવ કી ઓર ચલો... આ વિચારોથી પ્રેરિત થઈને મે મારું આખું જીવન ગામ, સમાજ અને દેશ માટે સમર્પિત કર્યું. છેલ્લા 47 વર્ષથી ગ્રામ વિકાસ માટે કામ અને ભ્રષ્ટાચાર વિરોધમાં જન આંદોલન કરી રહ્યો છું. મહારાષ્ટ્રમાં 35 જિલ્લામાં 252 તહસિલમાં સંગઠન બનાવ્યું. ભષ્ટ્રાચાર વિરોધમાં તથા વ્યવસ્થા પરિવર્તન માટે સતત આંદોલન કર્યા. આ કારણે મહારાષ્ટ્રમાં 10 કાયદા બન્યા. શરૂઆતમાં ગામમં ચલનારી 35 દારૂની ભઠ્ઠીઓ બંધ કરી. તમે લોકપાલ આંદોલનના કારણે અમારી સાથે જોડાયા. ત્યારથી તમે અને મનિષ સિસોદિયા અનેકવાર રાલેગણસિદ્ધિ ગામ આવી ચૂક્યા છો. ગામવાળાઓએ કરેલું કામ તમે જોયું છે. છેલ્લા 35 વર્થથી ગામમાં દારૂ, બીડી, સિગારેટ વેચાણ માટે નથી. આ જોઈને તમે પ્રેરિત થયા હતા. તમે આ વાતની પ્રશંસા પણ કરી હતી.
સ્વરાજ પુસ્તક વિશે ઉલ્લેખ
પત્રમાં લખ્યું છે કે રાજનીતિમાં આવતા પહેલા તમે સ્વરાજ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકની પ્રસ્તાવના તમે મારી પાસે લખાવી હતી. આ સ્વરાજ નામના પુસ્તકમાં તમે ગ્રામસભા, દારૂ નીતિ અંગે મોટી મોટી વાત લખી હતી. પુસ્તકમાં તમે જે લખ્યું છે તે તમને યાદ અપાવવા માટે નીચે આપી રહ્યો છું...
(પુસ્તકની વાતો)- ગામડામાં દારૂની લત:
સમસ્યા: હાલના સમયમાં દારૂની દુકાનો માટે રાજનેતાઓની ભલામણ પર અધિકારીઓ દ્વારા લાઈસન્સ અપાય છે. તેઓ લાંચ લઈને લાઈસન્સ આપે છે. દારૂની દુકાનોના કારણે ભારે સમસ્યાઓ પેદા થાય છે. લોકોનું કૌટુંબિક જીવન બરબાદ થાય છે. વિડંબણા એ છે કે જે લોકો તેનાથી સીધી રીતે પ્રભાવિત થાય છે, તેમને એ વાત માટે કોઈ પૂછતું નથી કે શું દારૂની દુકાન ખુલવી જોઈએ કે નહીં? આ દુકાનોને તેમના પર થોપી દેવાય છે.
સૂચન- દારૂની દુકાન ખોલવા માટે કોઈ પણ લાઈસન્સ ત્યારે આપવું જોઈએ જ્યારે ગ્રામ સભા તેની મંજૂરી આપે અને ગ્રામ સભાની સંબંધિત બેઠકમાં. ત્યાં ઉપસ્થિત 90 ટકા મહિલાઓ તેના પક્ષમાં મતદાન કરે. ગ્રામ સભામાં ઉપસ્થિત મહિલાઓ સાધારણ બહુમતીથી હાલની દારૂની દુકાનોનું લાઈસન્સ રદ્દ કરાવી શકે. (સ્વરાજ- અરવિંદ કેજરીવાલના પુસ્તકમાંથી)
સત્તાના નશામાં ડૂબી ગયા હોય તેવું લાગે છે
તમારા સ્વરાજ નામના આ પુસ્તકમાં કેટલી આદર્શ વાતો લખી હતી. ત્યારે તમારી પાસેથી ખુબ આશાઓ હતી. પરંતુ રાજકારણમાં જઈને મુખ્યમંત્રી બન્યા બાદ તમે આદર્શ વિચારધારા ભૂલી ગયા એવું લાગે છે. આથી દિલ્હી રાજ્યમાં તમારી સરકારે નવી દારૂ નીતિ બનાવી. એવું લાગે છે કે તેનાથી દારૂના વેચાણ અને દારૂ પીવાને પ્રોત્સાહન મળે છે. ગલી ગલીમાં દારૂની દુકાનો ખોલાવી શકાય છે. તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી શકે છે. આ વાત જનતાના હિતમાં નથી. આમ છતાં તમે એવી દારૂ નીતિ લાવવાનો નિર્ણય કર્યો છે. એવું લાગે છે કે જે પ્રકારે દારૂનો નશો હોય છે, તે પ્રકારે સત્તાનો પણ નશો હોય છે. તમે પણ એવી સત્તાના નશામાં ડૂબી ગયા હોવ એવું લાગે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube