Delhi માં ડ્રાય ડેની નવી તારીખોની જાહેરાત, જાણો ક્યારે-ક્યારે બંધ રહેશે દારૂની દુકાનો
દિલ્હી સરકારે દારૂના શોખીન લોકોને મોટી ભેટ આપી છે. નવી આબકારી નીતિ હેઠળ દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે હવેથી દારૂની દુકાનો વર્ષમાં માત્ર ત્રણ દિવસ જ બંધ રહેશે. દિલ્હી સરકારના આબકારી કમિશનરે આ નવા નિર્ણયની માહિતી આપી છે.
નવી દિલ્હીઃ દિલ્હી સરકારે દારૂના શોખીન લોકોને મોટી ભેટ આપી છે. નવી આબકારી નીતિ હેઠળ દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે હવેથી દારૂની દુકાનો વર્ષમાં માત્ર ત્રણ દિવસ જ બંધ રહેશે. દિલ્હી સરકારના આબકારી કમિશનરે આ નવા નિર્ણયની માહિતી આપી છે.
પહેલા વર્ષમાં 21 દિવસ બંધ રહેતી હતી દારૂની દુકાનો
તમને જણાવી દઈએ કે અત્યાર સુધીની સિસ્ટમમાં દિલ્હીમાં દારૂની દુકાનો વર્ષમાં 21 દિવસ બંધ રહેતી હતી. આ દિવસોને 'ડ્રાય ડે' પણ કહેવામાં આવે છે. નવી આબકારી નીતિ હેઠળ દિલ્હીમાં 'ડ્રાય ડે' માત્ર ત્રણ દિવસનો કરવામાં આવ્યો છે.
હવે વર્ષમાં માત્ર ત્રણ દિવસ બંધ રહેશે દુકાનો
આબકારી કમિશનર દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે દિલ્હીમાં 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને 2 ઓક્ટોબરે જ દારૂની દુકાનો બંધ રહેશે. આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો જરૂર પડશે તો દિલ્હી સરકાર અન્ય કોઈપણ દિવસને 'ડ્રાય ડે' તરીકે જાહેર કરી શકે છે.
પહેલાં આ દિવસોમાં હતો હતો 'ડ્રાઇ ડે'
14 જાન્યુઆરી - મકરસંક્રાંતિ
26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિવસ
30 જાન્યુઆરી - શહીદ દિવસ
16 ફેબ્રુઆરી - ગુરુ રવિદાસ જયંતિ
19 ફેબ્રુઆરી - છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ
26 ફેબ્રુઆરી - સ્વામી દયાનંદ સરસ્વતી જયંતિ
1 માર્ચ - મહાશિવરાત્રી
18 માર્ચ - હોળી
14 એપ્રિલ - ડૉ.આંબેડકર જયંતિ અને મહાવીર જયંતિ
15 મી એપ્રિલ - ગુડ ફ્રાઈડે
1 મે - મહારાષ્ટ્ર દિવસ
3 મે - ઈદ
10 જુલાઈ - બકરીદ
15 ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસ
19 ઓગસ્ટ - જન્માષ્ટમી
31 ઓગસ્ટ - ગણેશ ચતુર્થી
9 સપ્ટેમ્બર - ગણેશ વિસર્જન
2 ઓક્ટોબર - મહાત્મા ગાંધી જયંતિ
5 ઓક્ટોબર - દશેરા
24 ઓક્ટોબર - દિવાળી
8 નવેમ્બર - ગુરુ નાનક જયંતિ
25 ડિસેમ્બર - ક્રિસમસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube