નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. 35 વર્ષીય આ વ્યક્તિ નાઇજીરિયાનો છે પરંતુ હાલ દિલ્હીમાં રહે છે. તે હાલમાં કોઈ વિદેશ યાત્રાએ ગયો નથી. દિલ્હીમાં મંકીપોક્સ વાયરસનો આ બીજો કેસ છે. તો દેશમાં આ પહેલા મંકીપોક્સના 5 કેસોની પુષ્ટિ થઈ છે. તેમાંથી એક દર્દીનું મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો મંકીપોક્સની એન્ટ્રી હવે રાજસ્થાનમાં થતી જોવા મળી રહી છે. અહીં મંકોપીક્સનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 20 વર્ષના આ દર્દીને કિશનગઢથી જયપુર સ્થિત રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ લાવવામાં આવ્યો છે. આ દર્દીને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તેના સેમ્પલ આગળ પુણે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. 


મંકીપોક્સને કારણે ભારતમાં પ્રથમ મોતની પુષ્ટિ આજે થઈ ગઈ છે. કેરલમાં જે 22 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું, તેને લઈને પુષ્ટિ થઈ છે, આ વ્યક્તિએ મંકીપોક્સને કારણે જીવ ગુમાવ્યો છે. આ વ્યક્તિ યુએઈથી પરત આવ્યો હતો. આ વ્યક્તિનું મોત મંકીપોક્સને કારણે થયું છે કે નહીં, તેની જાણકારી મેળવવા સેમ્પલ NIV પુણે મોકલવામાં આવ્યા હતા. જ્યાં પરિણામ પોઝિટિવ આવ્યું છે. 


આ પણ વાંચોઃ દેશમાં કેમ વધી રહી છે મોંઘવારી, નાણામંત્રી સીતારમણે સંસદમાં આપ્યો જવાબ


આ વ્યક્તિનું મોત કેરલના ત્રિશૂરમાં 30 જુલાઈએ થયું હતું. મંકીપોક્સને લઈને ચિંતા વધવાને કારણે કેન્દ્ર સરકાર પણ એક્શનમાં છે. કેન્દ્રએ ટાસ્ક ફોર્સની પણ રચના કરી દીધી છે. તેની અધ્યક્ષતા ડોક્ટર વીકે પોલ અને સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube