ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બરગઢમાં માલગાડીના 5 ડબ્બા ખડી પડ્યા
ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બરગઢમાં માલગાડી અકસ્માતનો ભોગ બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. માલગાડીમાં ચૂનો પથ્થર લાદેલો હતો. તેના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જો કે આ અકસ્માતમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
આ અગાઉ ઓડિશામાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં અત્યાર સુધીમાં 275 લોકોના જીવ ગયા છે. જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાંથી 187 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
વાત જાણે એમ છે કે બાલાસોરમાં બહાનગા બજાર સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો. કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન લૂપ લાઈનમાં ઊભેલી માલગાડી સાથે ટકરાઈ હતી. ત્યારબાદ કોરોમંડલના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ડબ્બા નજીકની લાઈન પરથી પસાર થઈ રહેલી યશંવતપુર હાવડા એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાયા હતા. આ ટક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા.