Pawri Ho Rahi Hai Video: ગયા વર્ષે એક યુવતીએ ઈન્ટરનેટ પર વીડિયો પોસ્ટ કરીને તહેલકો મચાવ્યો હતો. દરેક વ્યક્તિ 'પાવરી હો રહી હૈ' ટ્રેન્ડમાં જોડાતા રમુજી વીડિયો પોસ્ટ કરી રહ્યા હતા. ત્યારથી આ છોકરી એક સેંસનલ સ્ટાર બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2 મિલિયન ફોલોઅર્સ છે અને તે સતત કેટલાક વીડિયો પોસ્ટ કરતી રહે છે. વધુ એક વીડિયોએ ફરી ધમાલ મચાવી છે. 


પાવરી ગર્લનો વધુ એક વીડિયો થયો વાયરલ
'પાવરી ગર્લ' દાનાનીર મોબીન પાછી ફરી છે અને આ વખતે તે તેના ફોલોવર્સ માટે તેનો નવો વીડિયો લઈને આવી છે. દાનાનીરે ગુરુવાર, 3 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર 'પાવર હો રહી હૈ'નું નવું વર્ઝન શેર કર્યું. આ વિડિયોમાં તેના પિતા અને ભાઈ-બહેન દિવાલ પર લટકેલી તસવીરમાં જોવા મળે છે અને ત્યાં હાજર દાનાનીરે ખૂબ જ શાનદાર વીડિયો રેકોર્ડ કર્યો છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહેલા આ વીડિયોમાં તેણે 'પાવર હો રહી હૈ'નું નવું વર્ઝન ખૂબ જ ક્યૂટ રીતે શૂટ કર્યું છે. દાનાનીર પોતે બાળકની જેમ લિપ-સિંક કરે છે. જણાવી દઈએ કે યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ દાનાનીરે યુવતીની જેમ અભિનય કરવાનો પ્રયાસ કર્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube