નવી દિલ્હીઃ કોરોના વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ હવે નિર્ણાયક મુકામ પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના વિરુદ્ધ ચાલી રહેલા રસીકરણનો આંકડો 75 કરોડને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તેની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબકા સાથ, સબકા પ્રયાસના મંત્રની સાથે દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન સતત નવા આયામો બનાવી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે આઝાદીના 75માં વર્ષમાં દેશે 75 કરોડ રસીકરણનો આંકડો પાર કરી લીધો છે.


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબ્લ્યૂએચઓએ પણ કોવિડ વિરોધી રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવા માટે ભારત સરકારને શુભેચ્છા આપી છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ભારતે ઝડપથી રસીકરણ કરતા માત્ર 13 દિવસમાં 10 કરોડ ડોઝ લોગોને લગાવવાનું કામ કર્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube