Jama Masjid નું મહિલા વિરોધી ફરમાન, એકલી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ, શરૂ થયો વિરોધ
Jama Masjid: દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે કહ્યુ- જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધનો નિર્ણય અયોગ્ય છે. જેટલો હક એક પુરુષને ઇબાદતનો છે એટલો એક મહિલાને પણ છે.
નવી દિલ્હીઃ જામા મસ્જિદમાં મહિલાઓની એન્ટ્રી પ્રતિબંધ કરવાના મુદ્દા પર દિલ્હી મહિલા પંચે મસ્જિદના ઇમામને નોટિસ ફટકારવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. સ્વાતિ માલિવાલે કહ્યું, 'જામા મસ્જિદમાં મહિલાઓની એન્ટ્રી રોકવાનો નિર્ણય ખોટો છે. જેટલો હક એક પુરૂષને ઇબાદતનો છે એટલો એક મહિલાનો પણ. હું જામા મસ્જિદના ઇમામને નોટિસ ફટકારી રહી છું. આ રીતે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધનો અધિકાર કોઈને નથી.'
નોંધનીય છે કે જામા મસ્જિદના ત્રણેય એન્ટ્રી ગેટ પર એક નોટિસ બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે જેમાં લખ્યું છે- જામા મસ્જિદમાં એકલી યુવતીઓ કે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.
બે વર્ષમાં રખડતા કૂતરાના 75 ટકા હુમલા ઘટ્યા, અચાનક કેમ વધ્યો છે કૂતરાંનો ત્રાસ?
વિશ્વ હિન્દુ પરિષદની પ્રતિક્રિયા
વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે તેની આલોચના કરતા ટ્વીટ કર્યુ કે ભારતને સીરિયા બનાવવાની માનસિકતા પાળેલા આ મુસ્લિમ કટ્ટરપંથી ઈરાનની ઘટનાઓથી પણ શીખ લઈ રહ્યાં નથી, આ ભારત છે. અહીંની સરકાર બેટી બચાવો, બેટી પઢાવો પર ભાર આપી રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube