Fuel Prices: સુરજેવાલાના ટ્વીટ પર અનુરાગ ઠાકુરનો પલટવાર, પેટ્રોલ મુદ્દે વિપક્ષને લગાવી ફટકાર
Anurag Thakur vs Randeep Surjewala: પીએમ મોદીએ બુધવારે બપોરે કહ્યુ કે, કેન્દ્ર સરકારે તેલના ભાવમાં ટેક્સમાં ઘટાડો કર્યો હતો તો ત્યારબાદ તમામ રાજ્યોએ પોતાનું હજારો કરોડોનું નુકસાન કરી જનતાને ફાયદો આપવા ટેક્સમાં ઘટાડો કર્યો હતો.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીના તે નિવેદન બાદ તેલના ભાવોને લઈને દોષનો ટોપલો ઢોળવાનું કામ ફરી શરૂ થઈ ગયું છે. પીએમ મોદીએ બુધવારે બપોરે કહ્યુ કે, કેન્દ્ર સરકારે તેલના ભાવમાં ટેક્સમાં ઘટાડો કર્યો હતો તો ત્યારબાદ તમામ રાજ્યોએ પોતાનું હજારો કરોડોનું નુકસાન કરી જનતાને ફાયદો આપવા ટેક્સમાં ઘટાડો કર્યો હતો. તેમના નિવેદનની કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટીકા કરી અને કેટલાક આંકડા દ્વારા પીએમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કર્યો.
અનુરાગ ઠાકુરે કર્યો પલટવાર
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાંચ મોટા નિર્ણય, ખેડૂતો અને સ્ટ્રીટ વેન્ડર્સને મળશે રાહત
'કેન્દ્રની આવક થઈ ડબલ'
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યુ કે, અમે તમામ રાજ્યોને પેટ્રોલ/ડીઝલ પર વેટને મે 2014થી પહેલાના સ્તર પર ઓછો કરવાનો આગ્રહ કરીશું. મહેરબાની કરીને સ્વીકાર કરો કે ભાજપ સરકારે પેટ્રોલ/ડીઝલથી 27 લાખ કરોડ રૂપિયા કમાયા, જ્યારે બધા રાજ્યોએ સામૂહિક રૂપથી લગભગ 16.5 કરોડ રૂપિયાની કમાણી કરી. પેટ્રોલ/ડીઝલથી કેન્દ્ર સરકારની આવક 8 વર્ષમાં ડબલ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube