નવી દિલ્હી : બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ જણાવ્યું કે, આનંદ એલ.રાયની જીરોમાં આફિયાની ભુમિકાને ન્યાય આપવા માટે તેમણે બે પ્રોફેશનલ ટ્રેનરો સાથે કામ કર્યું. ફિલ્મમાં અનુષ્કા સેરેબ્રલ પાલ્સીથી પીડિત એક વૈજ્ઞાનિકના પાત્રમાં છે. અનુષ્કાએ પોતાની ભુમિકાની તૈયારી માટે ત્રણ મહિના સુધી પરિશ્રમ કર્યો અને આ દરમિયાન ઓક્યુપેશનલ થેરેપિસ્ટ અને ઓડિયોલોજીસ્ટની મદદ લીધી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુષ્કાએ જણાવ્યું કે, હું તે સમજતી હતી કે આ ભુમિકા નિભાવવા દરમિયાન મને કયા પ્રકારનાં પડકારોનો સામનો કરવો પડશે અને આ કારણે હું આ ભુમિકા નિભાવવા માટે ઉત્સાહીત થઇ. તેમણે કહ્યું કે, હું આ પાત્રને ન્યાય આપવા માંગતી હતી. આનંદ સર અને હિમાંશુ (લેખક) પહેલા જ ડોક્ટર સાથે ખુબ જ સંશોધન કરી ચુક્યા હતા. જ્યારે તેઓ ફિલ્મ સાથે મારી પાસે આવ્યા અને મારા પાત્રનું વર્ણન કર્યું હું પણ દિગમુઢ થઇ ગઇ હતી. મે તેમના દ્રષ્ટીકોણને સમજ્યો અને તેનાં અનુસાર ડોક્ટર્સ સાથે મુલાકાત કરી. 


અનુષ્કાએ કહ્યું કે, તેમણે ઓક્યુપેશનલ થેરેપિસ્ટ અને ઓડિટોલોજિસ્ટની સાથે કામ કર્યું છે. જેમણે તેને તે સમજવામાં મદદ કરી કે તેમનાં દ્વારા નિભાવવામાં આવનારા પાત્રને કોઇ પ્રકારનું શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનુષ્કાએ વ્હીલચેર પર પણ સમય પસાર કર્યો. જો કે અનુષ્કાનાં આ પ્રયોગનાં કારણે પરિવારનાં લોકો ખાસ કરીને વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવી ચુક્યું છે અને 21 ડિસેમ્બરે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે એકવાર ફરીથી કૈટરિના કેફ અનુષ્કા શર્માની જોડી પણ આવવાની છે. આ જોડી અગાઉ જબ તક હે જાંમાં પણ જોવા મળી ચુકી છે.