નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવા અને તેના પુનર્ગઠનથી ધુંધવાયેલા પાકિસ્તાન આતંકવાદીઓને ભારતમાં હુમલા કરવા માટે ઉશ્કેરી રહ્યું છે. ઇમરાન ખાન પોતે પણ ભારતમાં પુલવામાં જેવા હુમલાની આશંકા વ્યક્ત કરી ચુક્યું છે. હવે એવી ગુપ્ત માહિતી મળી રહી છે કે પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠન સમુદ્રી જેહાદનું કાવત્રું રચી રહ્યું છે. જેને ધ્યાને રાખી ભારતીય જળસેનાને એલર્ટ અપાયું છે. નેવી હાઇ એલર્ટ પર છે અને કોઇ પણ પ્રકારની હિમાકતનો મુંહતોડ જવાબ આપવા માટે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: કાશ્મીરના અનંતનાગ પહોંચ્યા ડોભાલ, સ્થાનિકો સાથે કરી મુલાકાત
ડેપ્યુટી ચીફ ઓફ નવલ સ્ટાફ મુરલીધર પવારે શિવારે કહ્યું કે, કિનારાની સુરક્ષાને વધારી દેવાઇ છે. કોઇ પણ પ્રકારનાં છમકલાને નિષ્ફળ બનાવવાની સાથે મુંહતોડ જવાબ પણ આપવામાં આવશે. નેવી હાઇએલર્ટ પર છે. અમે તેમાં (રાજ્ય પ્રાયોજિત આતંકવાદીઓ)માંથી પ્રત્યેકને રોકવા અને નિષ્ફળ બનાવવા માટે સંપુર્ણ તૈયાર છીએ. કોઇના પણ દ્વારા કોઇ પણ હિમાકતને સંપુર્ણ શક્તિ સાથે જવાબ મળશે. 


VIDEO: પૂરમાં ફસાઈ ગયા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, બોટથી રેસ્ક્યુ કરાયા 
ઝાડ કપાયું તો આ બાળકી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી, CM બિરેને બનાવી ગ્રીન એમ્બેસેડર
દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા પવારે પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત કરી હતી. સુત્રોએ શનિવારે જણાવ્યું કે, પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠન પોતાનાં આતંકવાદીઓને સમુદ્રી જેહાદના રસ્તે હુમલાની ટ્રેનિંગ આપી રહ્યા છે. આ પહેલા શુક્રવારે અધિકારીક સુત્રોએ જણાવ્યું હતું કે, નેવીએ તમામ સ્ટેશનોને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેથી સુરક્ષા સંબંધિત કોઇ પણ ચૂંટણીને કારગત રીતે પહોંચાડી શકાય.


આ યુવકે મોંઘીદાટ BMW કાર ધક્કો મારી નદીમાં ફેંકી દીધી, કારણ જાણી આંખો પહોળી થઈ જશે  
ઇન્ડિયન આ્મી અને ઇન્ડિયન એરફોર્સ પણ હાઇએલર્ટ પર છે. સુત્રો અનુસાર નેવી તે જ પ્રકારે હાઇએલર્ટ પર છે, જેટલી પુલવામા હુમલા બાદ હતી. 14 ફેબ્રુઆરી પુલવામા હુમલા બાદ નેવીએ ઉત્તરી અરબ સાગરમાં એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રમાદિત્ય, પરમાણુ સબમરીન ચક્ર, 60 જહાજ અને આશરે 80 એક્રાફ્ટને ઓપરેશન મોડ પર રખાયા છે. એકવાર ફરીથી તેમને આ પ્રકારનો ઓપરેશન મોડમાં રખાયું છે. પુલવામા આત્મઘાતી હુમલા બાદ ઇન્ડિયન એરફોર્સે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનનાં બાલકોટ ખાતે જૈશ એ મોહમ્મદના સૌથી મોટા આતંકવાદી કેમ્પ પર હુમલો કરીને તેને તબાહ કરી દીધું હતું.