Prophet Comment Row: `બધા મુસલમાનોની માફી માંગો...` મહારાષ્ટ્રમાં 500 વેબસાઇટ હેક, આ બે દેશો પર શંકા
પેગંબર ટિપ્પણી વિવાદ અટકવાનું નામ જ લઇ રહ્યો નથી. થાણે પોલીસ કમિશ્નરેટની વેબસાઇટને કથિત રીતે મંગળવારે સવારે 4 વાગે હેક કરી લેવામાં આવી. આ વેબસાઇટ પર ભારત સરકાર માટે એક મેસેજ લખેલો જોવા મળ્યો, જેમાં પૈગંબર પર ટિપ્પણીને લઇને દેશભરમાં હિંસા માટે મુસ્લિમો પાસે માફે માંગવા માટે કહેવામાં આવ્યું છે.
Prophet Comment Row:પેગંબર ટિપ્પણી વિવાદ અટકવાનું નામ જ લઇ રહ્યો નથી. થાણે પોલીસ કમિશ્નરેટની વેબસાઇટને કથિત રીતે મંગળવારે સવારે 4 વાગે હેક કરી લેવામાં આવી. આ વેબસાઇટ પર ભારત સરકાર માટે એક મેસેજ લખેલો જોવા મળ્યો, જેમાં પૈગંબર પર ટિપ્પણીને લઇને દેશભરમાં હિંસા માટે મુસ્લિમો પાસે માફે માંગવા માટે કહેવામાં આવ્યું છે.
સાઇબર સેલના ડીસીપી સુનિક લોખંડેએ કહ્યું કે પછી વેબસાઇટને રીસ્ટોર કરી લેવામાં આવી. સુનીલ લોખંડેએ કહ્યું કે થાણે પોલીસની વેબસાઇટને આજે સવારે 4 વાગે હેક કરી લેવામાં આવી. સાઇબર ટીમની તપાસ કરી છે. ટેક્નિકલ એક્સપર્ટે ડેટાને રિકવર કરી વેબસાઇટને રીસ્ટોર કરી લીધી છે. તપાસ ચાલુ છે.
મહારાષ્ટ્રના સાઇબર સેલના એડીજી મધુકર પાંડેએ જણાવ્યું કે આ પ્રકારે 500 વેબસાઇટને હેક કરવામાં આવી છે. મેસેજમાં આગળ લખ્યું હતું કે 'જ્યારે પૈગંબરનું અપમાન થાય છે તો અમે હાથ પર હાથ ધરીને બેસી ન શકીએ. હેક કરવામાં આવેલી વેબસાઇટ પર લખ્યું હતું કે 'તેને વન હેટ સાઇબર ટીમે હેક કરી છે. હેલો ભારતીય સરકાર, બધાને હેલો. વારંવાર તમે લોકો ઇસ્લામ ધર્મથી સમસ્યા થાય છે. જલદીથી જલદી દુનિયાના તમામ મુસ્લિમો પાસે માંફી માંગવી જોઇએ. જ્યારે અમારા પૈંગબરનું અપમાન થઇ રહ્યું છે તો અમે હાથ પર હાથ ધરીને બેસી ન શકીએ.
સાપ્તાહિક રાશિફળ: આર્થિક દ્રષ્ટિએ રહેશે ઉત્તમ, ધનવૃધ્ધિના માર્ગ ખૂલશે
મધુકર પાંડેએ કહ્યું કે જે 500 વેબસાઇટ્સને હેક કરવામાં આવી હતી. તેમાં કેટલીકને રીસ્ટોર કરી લેવામાં આવી અને તે મામલે પણ તપાસ કરી રહ્યા છે. તેમણે નિવેદનમાં કહ્યું કે 'અમે ઘણી વેબસાઇટ્સને રીસ્ટોર કરી લીધી છે. ઘણી વેબસાઇટ્સને કરવામાં રીસ્ટોર કરવાની બાકી છે. 70 થી વધુ વેબસાઇટ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાંથી ત્રણ સરકાર અને બાકી પ્રાઇવેટ યૂનિવર્સિટીઝની હતી. હેક કરવામાં આવેલી વેબસાઇટ્સની સંખ્યા 500 થી વધુ હતી.
એડીજી પાંડેએ કહ્યું કે દેશમાં ચાલી રહેલા સાંપ્રદાયિક તણાવને કારણે ઘણા સાઇબર હેકર્સ એક સાથે આવી ગયા છે અને દેશની ઘણી વેબસાઇટને હેક કરી લીધી છે. તેમાં બે દેશો મલેશિયા અને ઇંડોનેશિયાનું નામ સામે આવે છે. અમને તે ખબર નથી કે આ ગેંગ ભારતથી ઓપરેટ કરી રહી છે કે બહારથી. તો બીજી તરફ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસેએ પણ કહ્યું કે ગત બે દિવસમાં દેશની ઘણી વેબસાઇટને હેક કરવામાં આવી છે અને પછી આ પ્રકારનો સંદેશ ત્યાં જોવા મળ્યો. સાઇબર પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube