શુ તમે સફરજનની સાથે કંઈ બીજુ તો પેટમાં નથી ઉતારી રહ્યાં ને?
હવે પછી જો તમે ફાઈબર મેળવવા માટે સફરજન ખાઓ છો, તો યાદ રાખો કે તમે 10 કરોડ બેક્ટેરીયા ગળી જાઓ છો. આ બેક્ટેરીયા શરીર માટે લાભદાયક છે કે હાનિકારક, તે તો એ બાબત પર નક્કી થશે કે સફરજનને કેવી રીતે ઉગાડવામાં આવ્યા છે. રિસર્ચકર્તાઓનું કહેવું છે કે, સફરજનમાં મોટાભાગના બેક્ટેરીયા રહેલા હોય છે, પણ તે તેના ખાવાના પ્રકાર પર નિર્ભર કરે છે, અથવા તો તે ઓર્ગેનિક છે કે નહિ તેના પર. તેમનું કહેવું છે કે, જૈવિક રૂપથી ઉગાડવામાં આવેલા સફરજનમા પરંપરાગત રૂપથી ઉગાડવામાં આવેલા સફરજનની સરખામણીમાં વિવિધ પ્રકાર અને સંતુલિત બેક્ટેરીયા હોય છે. જે તેને સ્વાસ્થ્યકારી અને સ્વાદિષ્ટ બનાવે છે.
નવી દિલ્હી :હવે પછી જો તમે ફાઈબર મેળવવા માટે સફરજન ખાઓ છો, તો યાદ રાખો કે તમે 10 કરોડ બેક્ટેરીયા ગળી જાઓ છો. આ બેક્ટેરીયા શરીર માટે લાભદાયક છે કે હાનિકારક, તે તો એ બાબત પર નક્કી થશે કે સફરજનને કેવી રીતે ઉગાડવામાં આવ્યા છે. રિસર્ચકર્તાઓનું કહેવું છે કે, સફરજનમાં મોટાભાગના બેક્ટેરીયા રહેલા હોય છે, પણ તે તેના ખાવાના પ્રકાર પર નિર્ભર કરે છે, અથવા તો તે ઓર્ગેનિક છે કે નહિ તેના પર. તેમનું કહેવું છે કે, જૈવિક રૂપથી ઉગાડવામાં આવેલા સફરજનમા પરંપરાગત રૂપથી ઉગાડવામાં આવેલા સફરજનની સરખામણીમાં વિવિધ પ્રકાર અને સંતુલિત બેક્ટેરીયા હોય છે. જે તેને સ્વાસ્થ્યકારી અને સ્વાદિષ્ટ બનાવે છે.
1 Augustથી આ કારોની કિંમતમાં થશે મોટો ઘટાડો, GSTમાં લેવાયો મોટો નિર્ણય
આસ્ટિયા કે ગ્રેજ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર ગૈબરિયલ બર્ગે જણાવ્યું કે, બેક્ટેરીયા, ફંગસ અને વાયરસ ભોજન દ્વારા આપણા આંતરડામા પહોંચે છે. ભોજન પકાવતા દરમિયાન તેમાંથી મોટાભાગના મરી જાય છે. તેથી જ ફળ અને કાચા શાકભાજી વિશેષ રીતે આંતરડામાં મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
‘માઈક્રોબાયોલોજી પર જર્નલ ફ્રન્ટીયરમાં પ્રકાશિત રિસર્ચમાં પરંપરાગત રૂપથી ભંડારિત અને ખરીદવામાં આવેલ સફરજન અને તાજા ઓર્ગેનિક સફરજનની વચ્ચે સરખામણી કરવામાં આવી. સ્ટેમ, પીલ, બીજ અને ફૂલનુ અલગથી વિશ્લેષણ કરવામાં આવ્યું.
રાહુલ બોઝના જે 2 કેળાના 442 રૂપિયા વસૂલાયા હતા, તે અંગે આવ્યા મોટા સમાચાર
રિસર્ચમાં જોવામાં આવ્યું કે, પરંપરાગત અને ઓર્ગેનિક બંને સફરજનમાં બેક્ટેરીયાની સંખ્યા સમાન હતી. બર્ગે જણાવ્યું કે, અમે રિસર્ચમાં જાણ્યું કે, 240 ગ્રામ સફરજનમાં અંદાજે 10 કરોડ બેક્ટેરીયા છે. મોટાભાગના બેક્ટેરીયા બીજમાં મળી આવ્યા અને બાકીના મોટાભાગના ફ્લેશમાં હતા.
તેથી જો તમે બીજ કોષને હટાવી દો તો તમારા ખોરાકમાંના બેક્ટેરીયાની સંખ્યામાં 1 કરોડ સુધીનો ઘટાડો થશે. હવે પ્રશ્ન એ છે કે શું આ બેક્ટેરીયા તમારા માટે લાભકારી છે? બર્ગે વ્યાખ્યા કરતા કહ્યું કે, તાજા અને જૈવિક રૂપથી પ્રબંધિત સફરજનમાં પરંપરાગત રૂપથી પ્રબંધિત સફરજનની સરખામણીમાં મહત્વપૂર્ણ વિવિધતાવાળા અને વિશેષ બેક્ટેરીયાના ગ્રૂપ મળી રહે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :