ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મળી મંજૂરી, 12 હજાર કરોડનો થશે ખર્ચ
બીજા તબક્કામાં સાત રાજ્ય ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરલ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાનમાં 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ થશે.
નવી દિલ્હીઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે. આ પરિયોજના પર લગભગ 12,000 કરોડનો ખર્ચ થશે. તેનાથી 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ થશે. બીજા તબક્કામાં સાત રાજ્ય ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરલ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાનમાં 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ થશે. પ્રથમ તબક્કાનું લગભગ 80 ટકા કામ પૂરુ થઈ ચુક્યું છે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી છે.
આ સાથે તેમણે કહ્યું કે ભારત-નેપાળ વચ્ચે મહાકાલી નદી પર ધારચુલામાં એક પુલ બનાવવાનો નિર્ણય પણ કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સંબંધિત એમઓયૂ જલદી સાઇન કરવામાં આવશે. તેનાથી ઉત્તરાખંડમાં રહેતા લોકોને લાભ થશે અને નેપાળ તરફ રહેતા લોકોને પણ ફાયદો થશે.
PM Modi ની સુરક્ષા ચુક પર ADGP ના પત્રથી મોટો ખુલાસો, ખુલી પંજાબ સરકારના દાવાની પોલ
નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગ્રીન એનર્જી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પરંપરાગત પાવર સ્ટેશનોની મદદથી ગ્રીડ દ્વારા ગ્રાહકોને સૌર અને પવન ઊર્જા જેવા પર્યાવરણને અનુકૂળ સ્ત્રોતોમાંથી વીજળી ટ્રાન્સફર કરવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube