જો તમારા ઘરમાં લસણ ખવાતુ હોય તો સાવધાન...આ સમાચાર ખાસ જાણો નહીં તો પસ્તાશો
શું તમે ક્યાંક ચીનથી ઈમ્પોર્ટેડ લસણ તો નથી ખાઈ રહ્યાં ને? વાણિજ્ય મંત્રાલયે પાંચ વર્ષ પહેલા જ ચીનથી લસણના ખરીદ વેચાણ પર રોક લગાવી હતી. પરંતુ કોલકાતામાં હાલમાં જ ચીની લસણ મળી આવતા ખળભળાટ મચ્યો છે.
કમલાક્ષ ભટ્ટાચાર્ય, કોલકાતા: શું તમે ક્યાંક ચીનથી ઈમ્પોર્ટેડ લસણ તો નથી ખાઈ રહ્યાં ને? વાણિજ્ય મંત્રાલયે પાંચ વર્ષ પહેલા જ ચીનથી લસણના ખરીદ વેચાણ પર રોક લગાવી હતી. પરંતુ કોલકાતામાં હાલમાં જ ચીની લસણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. જાણકારોનું કહેવું છે કે ચીનથી આવતા લસણનો ઉપરનો ભાગ આમ તો સફેદ હોય છે પરંતુ અંદરના બીજનો ભાગ ગુલાબી કે થોડો કાળા રંગનો હોય છે. આ સાથે જ તેનો આકાર મોટો હોય છે.
Delhi Violence: દેશદ્રોહના આરોપી ઉમર ખાલિદના કારણે ભડકે બળ્યું દિલ્હી? ભાષણ આગની જેમ વાયરલ
હાલ ચીનમાં કોરોના વાઈરસના કારણે હજારો લોકોના મોતથી ડરનો માહોલ છે. જો ચીની લસણની વાત કરીએ તો તેને ક્લોરિનથી બ્લિચ કરવામાં આવે છે. જેથી કરીને તે ઉપરથી એકદમ સફેદ દેખાય. તેમાં કીડા મારવાની દવાનો પણ ઉપયોગ થાય છે. જાણકારોએ એમ પણ જણાવ્યું કે ચીની લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને કાસીનજન અને ઝેરીલુ હોય છે. લાંબા સમયથી સુધી જો તેનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત રોગ થાય છે.
નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત પવનને આપ્યો મોટો ઝટકો, ક્યુરેટિવ અરજી ફગાવી
પશ્ચિમ બંગાળ ટાસ્ક ફોર્સના સભ્ય કમલ ડેએ જણાવ્યું કે જ્યારથી ચીની લસણની ખરીદી બંધ કરવામાં આવી છે ત્યારથી એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ અને ટાસ્ક ફોર્સ ટીમો તમામ બજારો અને દુકાનોમાં જઈને તપાસ કરે છે જેથી કરીને તે જનતા સુધી ન પહોંચે. તેમણે એમ પણ કહ્યું કે આ ચીની લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઘરે ઘરે આ માહિતી પહોંચાડવા માટે મીડિયા અને અખબાર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યાં છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube