નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્વારા રવિવારે પાંચ રાજ્યપાલોની નિયુક્તિ અને બદલી કરવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સરકારમાં મંત્રી રહી ચુકેલા નેતા આરિફ મોહમ્મદ ખાનને કેરળના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. કેરળના રાજ્યપાલ નિયુક્ત કરવા અંગે ખાને કહ્યું કે, આ દેશસેવાની એક સારી તક છે. મને ભારત જેવા દેશમાં જન્મ લેવા અંગે ગર્વ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફરી માલદીવમાં વિશ્વ સમક્ષ ભોંઠુ પડ્યું, ઓમ બિરલાએ ઝાટકણી કાઢી
આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે, આ સેવા કરવાની એક તક છે. સૌભાગ્યશાળી છું કે મે ભારત જેવા દેશમાં જન્મ લીધો જે વિવિધતાથી પરિપુર્ણ છે. આ દેશના એક મહત્વપુર્ણ હિસ્સા કેરળને જાણવાની મને તક મળી છે. 1986માં શાહબાનો કેસ મુદ્દે કોંગ્રેસ છોડનારા આરીફ  મોહમ્મદ ખાને ટ્રિપલ તલાકને બિનકાયદેસર જાહેર કરવાનાં નરેન્દ્ર મોદી સરકારનાં નિર્ણયનું સમર્થન કર્યું હતું. આટલું જ નહી આરિફ મોહમ્મદ ખાન જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કરવા મુદ્દે કેન્દ્ર સરકારનાં નિર્ણયના સમર્થક હતા.


જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું: ભારતીય સેનાનો મુંહતોડ જવાબ
નાણા મંત્રીનો મંદીનો ઇન્કાર: ઉદ્યોગ જગતની સમસ્યાઓ પર સરકારનું ધ્યાન
ઉત્તરપ્રદેશના બુલંદ શહેર સાથે સંબંધ ધરાવતા 68 વર્ષીય આરિફ મોહમ્મદ ખાને 1951માં પોતાનાં રાજનીતિક જીવનની શરૂઆત એક વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી. તેમણે બુલંદ શહેરની સ્યાના વિધાનસભા સીટથી ભારતીય ક્રાંતિ દળની ટિકિટ પર ચૂંટણીમા ભાગ્ય અજમાવ્યું પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 1977માં 26 વર્ષની ઉંમરમાં તેઓ ઉત્તરપ્રદેશ વિધાનસભા પહોંચ્યા. ખાને ફરી કોંગ્રેસ જોઇન કરી લીધી અને 1980માં કાનપુરથી જ્યારે 1984માં બહરાઇચથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.


કરતારપુર કોરિડોર મુદ્દે 4 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન. વચ્ચે મહત્વની બેઠક
1986માં શાહબાનો પ્રકરણ બાદ તેમણે કોંગ્રેસ છોડી દીધું અને વીપી સિંહના નેતૃત્વવાળા જનમોર્ચામાં જોડાયા હતા. ત્યાર બાદ જનતાદળમાંથી 1989માં લોકસભા માટે ચૂંટાયા. જ્યારે 1989માં જનતાદળ સત્તાદળમાં આવ્યા તો તેમણે વીપી સિંહ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા. ખાન ત્યાર બાદ જનતાદળ છોડીને બસપામાં જોડાઇ ગયા. 1988માં બહરાઇચથી ફરી સાંસદ બન્યા. 2004માં તેમણે ભાજપ જોઇન કરી લીધું.