અનોખા અંદાજમાં સ્વતંત્રતા દિવસ ઉજવશે સેના, કોરોના વોરિયર્સના સન્માનમાં દેશભરમાં બેન્ડ કરશે પ્રદર્શન
સ્વતંત્રતા દિવસ (Independence Day) અટલે કે 15 ઓગસ્ટ ખુબજ નજીક છે. જો કે, કોરોના કહેરના કારણે આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહ દર વખત કરતા અલગ હશે. આ વખતે સેના 15 ઓગસ્ટ પર કંઇક અલગ કરવા જઇ રહ્યાં છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ સમારોહથી પહેલા એક પખવાડિયા સુધી દેશભરમાં સેનાના બેન્ડ પ્રદર્શન કરશે.
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ (Independence Day) અટલે કે 15 ઓગસ્ટ ખુબજ નજીક છે. જો કે, કોરોના કહેરના કારણે આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહ દર વખત કરતા અલગ હશે. આ વખતે સેના 15 ઓગસ્ટ પર કંઇક અલગ કરવા જઇ રહ્યાં છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ સમારોહથી પહેલા એક પખવાડિયા સુધી દેશભરમાં સેનાના બેન્ડ પ્રદર્શન કરશે.
આ પણ વાંચો:- ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- 'સંકલ્પ થયો પૂરો, વર્ષોની આશા હતી રામ મંદિર'
તેમણે કહ્યું કે, સેના, નૌસેના અને પોલીસના બેન્ડે અત્યાર સુધી પોરબંદર, હૈદરાબાદ, બેંગલુરૂ, રાયપુર, અમૃતસર, ગુવાહાટી, અલ્હાબાદ અને કોલકાતામાં પ્રદર્શન કર્યું છે.
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, પ્રદર્શનનો ઉદેશ્ય દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પોતાના જીવને ખતરામાં મુકી સતત લડી રહેલા કોરોના યોદ્ધાઓ પ્રતિ દેશ તરફથી આભાર અને પ્રશંસાની અભિવ્યક્તિ છે.
આ પણ વાંચો:- Lupinએ ભારતીય બજારમાં ઉતારી COVID-19ની દવા, જાણો એક ટેબલેટની કિંમત
તેમાં કહેવામાં આવ્યું છે કે, સેનાના બેન્ડ પ્રથમ વખત એક ઓગસ્ટથી એક પખવાડીયા સુધી દેશભરમાં પ્રદર્શન કરી સ્વતંત્રતા દિવસ માનવી રહ્યાં છે. બુધવાર સાંજના વિશાખાપટ્ટનમ, નાગપુર અને ગ્વાલિયરમાં સેના અને પોલીસના બેન્ડ પ્રદર્શન કરશે.
સેનાના બેન્ડ સાત ઓગસ્ટના કોલકાતા અને શ્રીનગરમાં પ્રદર્શન કરશે. ત્રણેય સેનાઓના બેન્ડ આઠ, નવ અને 12 આગસ્ટના ક્રમશ: દિલ્હીમાં લાલા કિલ્લો, રાજપથ તથા ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube