માનવતા માટે ભારતીય સેના તોડશે પ્રોટોકોલ, પાક. સેનાને સોંપાશે બાળકનું શબ
કિશનગંગા નદીથી જપ્ત કરવામાં આવેલા બાળકનાં શબની ઓળખ થઇ ચુકી છે, મૃતક બાળક મુળભુત રીતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં ગિલગિટ વિસ્તાર અંતર્ગત આવતા મિનિમર્ગ વિસ્તારનો રહેવાસી છે
નવી દિલ્હી : માનવીયતાને સર્વોપરિ રાખતા ભારતીય સેનાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર ભારતીય સેના નિર્ધારિત પ્રોટોકોલને નજરઅંદાજ કરીને એક પાકિસ્તાની બાળકનાં શબને પાકિસ્તાની રેન્જર્સનાં હવાલે કરવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પાકિસ્તાની બાળકનું શબ ગુરેજ સેક્ટરમાં કિશનગંગા નદીથી ભારતીય સેનાને મળી આવ્યું હતું.
જ્યારે PM મોદીએ યુવા સાંસદોને પૂછ્યુ, તમે રાજકારણ ઉપરાંત કયા કાર્ય કરો છો?
ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરનાં બાંદીપુર જિલ્લા અંતર્ગત આવતા ગુરેજ સેક્ટરમાં સેનાના જવાનોએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન સેનાનાં જવાનોને ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેતી કિશનગંગા નદીમાં એક બાળકનું તરતું શબ દેખાયું હતું. સેનાના જવાનોએ માનવીયતાનાં આધારે સંપુર્ણ સન્માન સાથે બાળકનાં શબને નદીમાંથી બહાર કાઢ્યું હતું.
જલ્દી જ ભાડા કરારનો નવો કાયદો આવશે, મકાન માલિક-ભાડૂઆત બંનેને થશે તગડો ફાયદો
ભારતીય ટીમ હાર્યા બાદ કાશ્મીરમાં દેશદ્રોહીઓની ઉજવણી, પાક. ઝીંદાબાદના નારા લાગ્યા
સુત્રો અનુસાર નદીના વહેણ અને બાળકનાં ચહેરા પરથી તે પાકિસ્તાન મુળનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ આ મુદ્દાને ગંભીરતાથી લેતા તુરંત જ હોટલાઇન પર પાકિસ્તાની સેનાને જાણ કરી હતી. બાળકની માહિતી પુરતી મળ્યા બાદ પાકિસ્તાની અધિકારીઓએ ફરી ભારતીય સેનાનો સંપર્ક કર્યો હતો.
કર્ણાટકનું કોકડુ ગુંચવાયુ: સ્પીકરે કહ્યું સુપ્રીમ કોર્ટ મને આદેશ ન આપી શકે
સુત્રો અનુસાર નદીમાંથી મળી આવેલ મૃતદેહની ઓળખ થઇ ચુકી છે. મૃતક બાળક મુળભુત રીતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં ગલગિટ વિસ્તારનાં અંતર્ગત આવનારા મિનિમર્ગ વિસ્તારનો રહેવાસી છે. વિસ્તારની વસ્તી શેખ નામના વ્યક્તિએ ભારતીય સેનાને અપીલ કરીને બાળકનાં મૃતદેહને પરત કરવા માટેની અપીલ કરી છે. જેના પગલે માનવતાને સર્વોપરી રાખીને ભારતીય સેનાએ બાળકનાં શબને પાકિસ્તાનને પ્રોટોકોલ તોડીને પરત કરવાનો નિર્ણય લીધો છે.