ભારતને વધારાના ક્ષેત્રની લાલસા ક્યારે પણ રહી નથી: સેના પ્રમુખ બિપિન રાવત
જનરલ બિપિન રાવતે કહ્યું કે, અમારી સુરક્ષા નીતિની બે મુળભુત પાયા છે, અમારી પાસે કોઇ વધારાની ક્ષેત્રીય લાલચ નથી
નવી દિલ્હી : સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ગુરૂવારે કહ્યું કે, ભારતને વધારાના ક્ષેત્રની લાલચ નથી પરંતુ તેનું લક્ષ્ય નિર્બાધ આર્થિક પ્રગતિ અને સામાજિક- રાજનીતિક વિકાસ માટે એક અનુકુળ બાહ્ય અને આંતરિક સુરક્ષાના વાતાવરણ સુનિશ્ચિત કરવાનું છે. ઇવોલ્વિંગ જિયો પોલિટિક્સ ઓફ ધ ઇન્ડો પેસિફિક રિઝન ચેલેન્જીસ એન્ડ પ્રોસ્પેક્ટ પર આયોજીત સેમીનારને સંબોધિત કરતા જનરલ રાવતે કહ્યું કે, સમુદ્રી ક્ષેત્રોમાં પ્રતિસ્પર્ધી સંપ્રભુતા પૂર્વ એશિયા અને દક્ષિણ ચીન સાગરમાં એક પોટો પડકાર પેદા કરે છે અને આ વિવાદિત સમુદ્રી સીમાઓ અને આંતરરાષ્ટ્રીય જળ માટે ખતરો પેદા કરે છે.
અમારી સુરક્ષા નીતિના બે મુળભુત પાયા છે
પોતાના સંબોધનમાં રાવે કહ્યું કે, અમારી સુરક્ષા નીતિના બે મુળભુત પાયા છે. અમારી પાસે કોઇ વધારાની ક્ષેત્રીય લાલસા નથી, અને અમે બીજા લોકો પર અમારી વિચારધારાઓને તોપવાની કોઇ ઇચ્છા નથી ધરાવતા. અમારુ લક્ષ્ય નિર્બાધ રીતે આર્થિક પ્રગતી અને સામાજિક - રાજનીતિક વિકાસ માટે એક અનુકુળ બાહ્ય અને આંતરિક સુરક્ષાનું વાતાવરણ સુનિશ્ચિત કરે છે. એટલા માટે હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા જરૂરી છે.
ભારતમાં ઓસ્ટ્રેલિયાની ઉચ્ચાયુક્ત હરિંદર સિદ્ધુએ પણ આ સેમિનારને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, જો નિમંત્રણ મળે છે તો માલબાર અભ્યાસમાં ઓસ્ટ્રેલયા ભાગ લેવા માટે ઇચ્છુક છે. સિદ્ધુએ કહ્યું કે, માલબાર ત્રિપક્ષીય અભ્યાસ છે જેમાં ભારત ઉપરાંત અમેરિકા અને જાપાનનો સમાવેશ થાય છે. ભારતનાં ઉચ્ચ ભાગીદારોમાં ઓસ્ટ્રેલિયાને પણ સમજવામાં આવવું જોઇએ.