નવી દિલ્હીઃ પાકિસ્તાન તરફથી આતંકી ઘુસણખોરી કરાવવાના જવાબમાં ભારતીય સેનાના ઓપરેશનને લઈને આર્મી ચીફ જનરલ બિપિન રાવતે ત્રણ આતંકી કેમ્પો નષ્ટ થવાની ખાતરી કરી છે. આર્મી ચીફે કહ્યું કે, આ એક્શનમાં 6-10 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે અને ઘણા આતંકીઓને પણ ભારતીય સેનાએ પોતાની કાર્યવાહીમાં ઢેર કર્યાં છે. જનરલ બિપિન રાવતે કહ્યું, 'અથમુકમ, જૂરા, કુંદલશાહીમાં અમે આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. અમે ઘુસણખોરીને રોકવા માટે આ પગલું ભર્યું હતું. તમે જોઈ શકો છો કે કઈ રીતે પાકિસ્તાન હચમચી ગયું છે અને સતત બરફ વરસાદ પહેલા ઘાટીમાં આતંકીઓની ઘુસણખોરી કરાવી શકાય.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, 'કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. સફરઝનના વ્યાપાર સહિત તમામ બિઝનેસ ચાલી રહ્યાં છે. પાકિસ્તાનનો પ્રયત્ન છે કે ત્યાં શાંતિનો માહોલ ન બનાવવા દેવામાં આવે જેથી આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવી શકે કે 370 હટ્યા બાદ કાશ્મીરની સ્થિતિ સારી નથી. અમે આર્ટિલરી ગનના માધ્યમથી આતંકી કેમ્પોને ટાર્ગેટ કર્યાં છે.'

ભારતીય સેનાની POKમા મોટી કાર્યવાહીઃ જાણે આ વખતે કેમ કરવામાં આવ્યો તોપનો ઉપયોગ


ત્રણ આતંકી કેમ્પ સંપૂર્ણ રીતે નષ્ટ, ચોથાને પણ નુકસાન
સેના પ્રમુખે કહ્યું કે, અત્યાર સુધીની માહિતી પ્રમાણે 6થી 10 પાક સૈનિક અને ઘણા આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે. ઓછામાં ઓછા ત્રણ આતંકી કેમ્પોને અમે નષ્ટ કર્યાં છે અને ચોથા કેમ્પને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 


સેના પ્રમુખ બોલ્યા, સરકાર અમારી સાથે
સરકારને જાણકારી આપવાને લઈને તેમણે કહ્યું કે, અમે આવા કોઈપણ ઓપરેશનના મામલામાં રાજકીય નેવૃત્વને લૂપમાં લઈને ચાલીએ છીએ. નેતૃત્વ સંપૂર્ણ રીતે અમારી કાર્યવાહીની સાથે છે. 


જુઓ LIVE ટીવી