નવી દિલ્હીઃ નવા આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ પદ સંભાળતા જ પાડોસી દેશ પાકિસ્તાનને સ્પષ્ટ કહી દીધું છે કે જો તે રાજ્ય પ્રાયોજિત આતંકવાદને નહીં રોકે તો અમારી પાસે સાવચેતીના ભાગ રૂપે આતંકી ઠેકાણા પર હુમલો કરવાનો અધિકાર છે. મંગળવારે જનરલ બિપિન રાવતના ઉત્તરાધિકારીના રૂપમાં કાર્યભાર સંભાળ્યા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યૂમાં નરવણેએ કહ્યું કે, પાકિસ્તાન દ્વારા ઉશકરાયેલા કે તેના દ્વારા પ્રાયોજીત આતંકવાદના કોઈપણ કૃત્યનો જવાબ આપવા માટે ઘણા વિકલ્પ છે. પાકિસ્તાન આતંકવાદના માધ્યમથી વધુ સમય સુધી પ્રોકસી યુદ્ધ ન ચલાવી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનનું પ્રોક્સી વોર
પાકિસ્તાન તરફ ઈશારો કરતા સેના પ્રમુખે કહ્યું કે, અમારો પાડોસી દેશ આતંકવાદના માધ્યમથી આપણી વિરુદ્ધ પ્રોક્સી વોર કરી રહ્યો છે અને આ તેની રાજકીય નીતિ બની ગયું છે. તે ભારતને અસ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેમની આ ચાલ લાંબો સમય સુધી કામ આવશે નહીં, કારણ કે લોકોને લાંબા સમય સુધી મુર્ખ ન બનાવી શકાય. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....