નવી દિલ્હી: કાશ્મીરમાં આતંકવાદમાં ઘટાડાને ધ્યાનમાં રાખતા સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ કહ્યું કે તેના મોટા કારણોમાંથી ફાઇનેંશિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) નું દબાણ સામેલ છે. તેમણે કહ્યું કે જો આ પ્રકારે FATF પાકિસ્તાન પર દબાણ બનાવશે તો તેમની પોતાની રણનીતિ અને ગતિવિધિઓ પર વિચાર કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મૂ કાશ્મીરની સ્થિતિના સંદર્ભમાં તેમણે કહ્યું કે આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે અને સેનાએ આતંકવાદીઓના ગ્રુપ પર દબાણ બનાવ્યું છે. આ સાથે જ પરોક્ષરૂપથી પેરિસમાં FATFની બેઠક તરફથી ઇશારો કરતાં કહ્યું કે સીમાપાર આતંકવાદમાં ઘટાડાના બહારી પાસાઓ પણ છે. 


તેમણે એ પણ કહ્યું કે પાકિસ્તાનને તેના માટે પણ રણનીતિ પર વિચાર કરવો પડી રહ્યો છે કારણ કે તે એ પણ જાણે છે કે ચીન જેવા તેના નજીકના દેશ પણ હંમેશા મદદ ન કરી શકે. ચીનને પણ એ અહેસાસ થઇ ગયો છે કે તે હંમેશા પાકિસ્તાનનો સાથ ન આપી શકે.


કાશ્મીરની હાલની સ્થિતિના સંદર્ભમાં તેમણે કહ્યું કે પાક અધિકૃત કાશ્મીરમાં હજુ પણ 15-20 આતંકવાદી કેમ્પ હાજર છે અને તેમાંથી લગભગ 250-350 આતંકવાદી હાજર છે. તે આતંકવાદીઓને પાકિસ્તાની સેના (BAT) દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરાવવાના પ્રયત્ન વિશે તેમણે કહ્યું કે સેનાને સતત આવિશે ઇનપુટ મળતા રહે છે અને તેનો સામનો કરવા માટે પુરતી વ્યવસ્થા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube