નવી દિલ્હી: લદ્દાખ બોર્ડર પર ભારત-ચીન (India China Border Dispute) વચ્ચે તણાવ યથાવત છે. બોર્ડર પર તણાવ ભર્યા માહોલ વચ્ચે બંને દેશોના સૈન્ય અધિકારીઓની વાતચીત ચાલી રહી છે. ચીનની સાથે તણાવ વચ્ચે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે લેહ પહોંચ્યા અને હાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે લેહ સ્થિત સૈનિક હોસ્પિટલ જઈ ઘાયલ જવાનોની હિંમત વધારી. સેના પ્રમુખની મુલાકાત બે દિવસની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Exclusive: મૌલાના સાદ ક્યાં છે અને શું કરી રહ્યો છે? અહીં જાણો તમામ સવાલના જવાબ


પ્રાપ્ત જાણકારી અનુસાર, સેના પ્રમુખ લદ્દાખમાં ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ વાય કે જોશીની સાથે જમીન સ્તર સંબંધીત તૈયારીઓની સમીક્ષા કરશે. આ ઉપરાંત સેના પ્રમુખ ગ્રાઉન્ડ કમાન્ડરો સાથે ચીન સાથેના તણાવ પર વાતચીત કરશે અને ફોરવર્ડ સ્થાનોની પરિસ્થિતિનું પણ નિરીક્ષણ કરશે.


ચીની કંપનીઓને વધુ એક મોટો ઝટકો, સરકારી ખરીદમાં પણ હવે ફક્ત સ્વદેશીને પ્રોત્સાહન


સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, પૂર્વ લદ્દાખમાં ચીનની સેના પાછી હટવા માટે તૈયાર થઈ ગઈ છે. સોમવારના મોલ્ડોમાં ભારત અને ચીનની વચ્ચે થયેલી વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે પાછા હટવા પર કરાર થયો છે.


આ પણ વાંચો:- સાઉદી અરબના આગ્રહ પર કેન્દ્ર સરકારનો નિર્ણય, આ વર્ષે કોઇ ભારતીય હજ યાત્રા પર જઇ શકશે નહી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube