નવી દિલ્હી : આર્મી ચીફ પરાણે બિપિન રાવતે આતંકવાદ પર પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે. શનિવારે તેમણે કહ્યું કે, જો ઇસ્લામાબાદ સીમા પારથી આતંકવાદને સમર્થન આપવાનું ચાલુ રાખે છે તો ભારતીય સેના બીજા એક્શન પણ લઇ શકે છે. ઇન્ફેન્ટ્રી ડેના પ્રસંગે એક કાર્યક્રમ દરમિયાન આર્મી ચીફે પત્રકારોને આ વાત જણાવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે તેમણે આ અંગે કંઇ પણ નહોતુ જણાવ્યું કે તેઓ કોઇ પ્રકારના સંભવિત એક્શનની વાત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જમ્મુ- કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પર પર કાયરતાપુર્ણ હૂમલા બાદ ભારતે નિયંત્રણ રેખા પાર કરીને સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. સેનાએ 28 સપ્ટેમ્બર 2016ના રોજ LoCના બીજી તરફ જઇને આતંકવાદીઓના ઘણા લોન્ચ પેડ તોડી પાડ્યા હતા, જેમાં ઘણા આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા હતા. 
કોઇ પણ હિસ્સાને કોઇ છીનવી શકે નહી

આર્મી ચીફે પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને ઉત્તેજીત કરવા અને ભડકાવવાથી બહાર આવવા માટે જણાવ્યું છે. તેમણે વાત પર જોર આપતા કહ્યું કે, ભારત પોતાનાં જમીની હિસ્સાની સંપુર્ણ સુરક્ષા કરવા માટે સક્ષમ છે. આર્મી ચીફે કહ્યું કે, કોઇ પણ શક્તિ ભારત પાસેથી કોઇ પણ રીતે હિસ્સો છીનવી શકે તેમ નથી.

છદ્મ યુદ્ધની મદદ લઇ રહ્યું છે પાકિસ્તાન
જમ્મુ કાશ્મીરમાં સીમા પારથી પાકિસ્તાનના સમર્થનની વાત કરતા જનરલ રાવતે ઇશારો કર્યો કે 1971ના યુદ્ધમાં પોતાના પરાજયનો બદલો લેવા માટે પાડોશી દેશ છદ્મ યુદ્ધની મદદ લઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1971નાં યુદ્ધમાં પાકિસ્તાને ખરાબ રીતે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેનાં 90 હજારથી વધારે સૈનિકોએ ભારતીય સેનાની સામે આત્મસમર્પણ કર્યું હતું. તે યુદ્ધ બાદ પૂર્વી પાકિસ્તાન આઝાદ થયું અને બાંગ્લાદેશનો ઉદય થયો. 

કાશ્મીર અંગે કરી મોટી વાત
આર્મી ચીફે કહ્યું કે, પાકિસ્તાનનો ઇરાદો છદ્મ યુદ્ધ દ્વારા ભારતીય સેનાને ગુંચવી રાખવાનો છે. જનરલ રાવતે કહ્યું કે, જો કે હું તમને આશ્વસ્ત કરુ છું કે ભારતીય સેના ભારતીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરને દેશનો હિસ્સો બનાવી રાખવા સુનિશ્ચિત કરવા સક્ષમ છે... કોઇ પણ અન્ય શક્તિ કોઇ પણ અન્ય રીતે આપણી જમીન આપણી પાસેથી છીનવી શકે નહી. કાયદેસર રીતે જમ્મુ અને કાશ્મીર ભારતનો એક અભિન્ન હિસ્સો છે. 

પાકિસ્તાનને માત્ર નુકસાન જ થશે
સીમા પારથી ઘુસણખોરી અંગે પુછવામાં આવતા આર્મી ચીફે કહ્યું કે પાકિસ્તાન એટલું સમજદાર તો હશે કે તેણે તે સમજ્યું કો આ પ્રકારની ગતિવિધિઓમાં સમાવિષ્ટ હોવાથી તેને માત્ર નુકસાન જ થશે. 

પથ્થરમારો કરનારા લોકોને ચેતવણી
પથ્થરમારો કરનારા લોકો પર કડક કાર્યવાહી કરાશે. કાશ્મીર ખીણમાં પથ્થરમારો કરનારા લોકોના કારણે જવાન શહીદ થયા બાદ વાતાવરણ ગરમાઇ ગયું છે. જનરલ રાવતે કહ્યું કે પથ્થરમારા હૂમલામાં એક જવાન શહીદ થઇ ગયા અને ત્યારે પણ લોકો કહે છે કે પથ્થરમારો કરનારાઓને આતંકવાદીઓને સહયોગીન કેમ ન સમજવામાં આવે.