નવી દિલ્હીઃ Army Dog Zoom Dies: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અથડામણ દરમિયાન ઘાયલ થયેલ ભારતીય સેનાના કમાન્ડો ડોગ ઝૂમ (Zoom) શહીદ થઈ ગયો છે. શ્રીનગરના સૈન્ય પશુ ચિકિત્સા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા છે. એક અધિકારીએ જણાવ્યું કે પશુ હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલ કમાન્ડો ડોગના ડોક્ટરોએ આજે બપોરે તેને મૃત જાહેર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહીદ થયો સેનાનો કમાન્ડો ડોગ ઝૂમ
સેનાના અધિકારીએ કહ્યું કે કમાન્ડો ડોગને હુમલા દરમિયાન ત્રણ ગોળીઓ વાગી હતી. ગોળી વાગવાથી તે ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. પરંતુ ડોક્ટરોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, તેની સર્જરી કરવામાં આવી. પરંતુ આજે સારવાર દરમિયાન આ ડોગનું નિધન થયું છે. તેના ચહેરા અને પગમાં બંદૂકની ગોળીથી ઈજા થઈ હતી. આ સર્ચ ઓપરેશનમાં ઠઝૂમે બે આતંકવાદીઓને મારવામાં સેનાની મદદ કરી હતી. 


આ પણ વાંચોઃ ટ્રાંસજેંડર્સ સાથે કરવા માંગતા હતા 'ગંદી હરકત', ના પાડી તો VIDEO બનાવી કરી મારઝૂડ


આતંકી હુમલામાં લાગી હતી ત્રણ ગોળીઓ
અધિકારીએ કહ્યું કે ઝૂમને 10 ઓક્ટોબરે અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં એક અથડામણ દરમિયાન તે ઘરને ખાલી કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જ્યાં આતંકવાદી છુપાયેલા હતા. જ્યારે ઝૂમ તે ઘરની અંદર ગયો તો આતંકવાદીઓએ તેના પર ગોળીઓ વરસાવી હતી. આ હુમલામાં તેને ત્રણ ગોળી વાગી હતી. 


સેનાએ આપી હતી વિશેષ ટ્રેનિંગ
ઉલ્લેખનીય છે કે ઝૂમ સેનાનો શિકારી કુતરો હતો. જેને ઓર્ડર નિભાવવા અને સમય પ્રમાણે ક્રૂ થઈ જવા માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. આતંકવાદીઓને શોધવા, તેની માહિતી મેળવવા અને તેના પર હુમલો કરવા માટે ઝૂમને તાલીમ આપવામાં આવી હતી. તે એક મેલાનોઇસ કે બેલ્જિયમ શેફર્ડ હતો. તેનો જન્મ સપ્ટેમ્બર 2022માં થયો હતો અને 8 મહિનાની સેવાની સાથે સેનાની 28 આર્મી ડોગ યુનિટમાં સામેલ થઈ ગયો હતો. ઝૂમ બીજો કુતરો છે જેનું મોત આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન થયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube