નવી દિલ્હી : લોકડાઉન પુર્ણ થતાની સાથે જ વાળ કપાવવા છે. હું મારી જાતને ઓખળી નથી શકતો.  માથા પર હાથ જાય છે તો લાગે છે કે ફોજનાં અનુશાસનની મજાક ઉડાવી રહ્યો છું. વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન રેંકનાં એક ફાયર પાયલોટે અહીં દર્દ બયાં કર્યું તો લાગ્યું કે, સેલુન અથવા નાઇની દુકાન અનિવાર્ય સેવાઓમાં હોવી જોઇએ. ફોજીનાં મનની વ્યથા ગૃહમંત્રાલયનાં શનિવારે બહાર પડાયેલા સ્પષ્ટીકર્ણમાં પ્રકટ નથી થતા. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે લોકડાઉનમાં સલુન અથવા નાઇની દુકાન ખોલવા માટેની પરવાનગી નથી. 15 લાખથી વધારે જવાનો  અધિકારીઓ વાળી ભારતીય સેના પોતાની જે હેરકટનાં કારણે ઓળખાય છે, તે કોરોનાના કારણે ગોટાળે ચડી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાના યૂનિટોમાં આશરે 1800 બાર્બર શોપ અથવા સલુન છે. જે બંધ કરવા પડ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગની સલાહ પણ આડી આવી રહી છે. પરિણામ છે કે લોકડાઉનનાં 30 દિવસ બાદ દરેક ફૌઝી હેરકટ પહેલા જેવી નથી રહી, જેના માટે આ ફોજીકટ કહેવાય છે. અનેક જવાન અને અધિકારીઓ તો આ યાદોને સેલ્ફી દ્વારા સમેટી રહ્યા છે અને વ્હોટ્સએપ ગ્રુપ્સ અથવા પરિવારજનો સાથે વહેંચી રહ્યા છે. 

હવે ફોજી ડ્યુટી પર હાજર કરવા માટે યૂનિટ પર જાય છે તો ઓછામાં ઓછા 20 જરૂરિયાતો અનિવાર્ય હોય છે. તેમાં નાના વાળ રાખવાનો પણ સમાવેશ થાય છે. સેનાની અડ્જુટેટ બ્રાંચ આ નિયમોને કડકાઇથી લાગુ કરે છે પરંતુ કોરોનાની અભૂતપૂર્વ સ્થિતીમાં આ શાખાએ પણ લાંબા વાળોની તરફથી આંખો ફેરવવી યોગ્ય નથી સમજતા. 

અધિકારીઓએ જણાવ્યું કે,  વિપરીત સ્થિતીમાં નિર્ણય લેવાનો અધિકાર યૂનિટના કમાન્ડિંગ ઓફીસરનો હોય છે. આ મુદ્દે પણ તેમનો નિર્ણય અંતિમ લેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશનાં ખરગોન જિલ્લામાં એક નાઇથી હેરકટ કરનારા છ લોકોને કોરોના થવાના કિસ્સો સામે આવી ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube