નવી દિલ્હીઃ Army helicopter Crash: દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને ઘણા મોટા અધિકારીઓને તમિલનાડુના એરફોર્સ સ્ટેશનથી વેલિંગટન લઈ જઈ રહેલું સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 14માંથી 13 લોકોના મૃત્યુ થયા છે. આ વાતની પુષ્ટિ નિલગિરીના કલેક્ટરે કરી છે. જેમણે જણાવ્યું કે, દુર્ઘટનામાં એક પુરુષ વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. બિપિન રાવત પોતાના પત્ની સહિત નવ લોકોની સાથે આજે સવારે દિલ્હીથી તમિલનાડુ રવાના થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનરલ રાવતનો આ હતો કાર્યક્રમ
- એક સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વારા બુધવારે સવારે 9 કલાકે જનરલ રાવત અને તેમના પત્ની સહિત 9 લોકો દિલ્હીથી રવાના થયા અને આશરે 11.35 કલાકે એરફોર્સ સ્ટેસન સુલૂર પહોંચ્યા.
- આશરે 10 મિનિટ બાદ 11 કલાક 45 મિનિટ પર એરફોર્સ સ્ટેશન સુલૂરથી દિલ્હીથી આવેલા 9 લોકો અને 5 ક્રૂના સભ્ય એટલે કે કુલ 14 લોકો વેલિંગટન આર્મી કેમ્પ માટે હેલીકોપ્ટરથી રવાના થયા.
- બપોરે આશરે 12 કલાક 20 મિનિટ પર નંચાપા ચાતરમના કટ્ટેરિયા વિસ્તારમાં 14 લોકો ભરેલું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું.
- હેલીકોપ્ટરે એરફોર્સ સ્ટેશન સુલૂરથી ઉડાન બર્યા બાદ આશરે 94 કિલોમીટરની સફર કરવાની હતી તે કટ્ટેરિયા વિસ્તારમાં ક્રેશ થઈ ગયું.
- દુર્ઘટનાસ્થળ અને હેલીકોપ્ટરના ગંતવ્યસ્થાનમાં માત્ર 16 કિલોમીટરનું અંતર હતું. એટલે કે વેલિંગટન આર્મી કેમ્પથી 16 કિલોમીટર પહેલા જ જનરલ રાવતનું હેલીકોપ્ટર દુર્ઘટનાનું શિકાર થઈ ગયું. 
- મોટી વાત છે કે જનરલ બિપિન રાવતનું હેલીકોપ્ટર જો પાંચ મિનિટ વધુ ઉડ્યુ હોત તો મંજિલ સુધી પહોંચી ગયું હોત, પરંતુ રસ્તામાં જ દુર્ઘટના થઈ ગઈ.


દેશના પ્રથમ સીડીએસ છે બિપિન રાવત
જનરલ બિપિન રાવત દેશના પ્રથમ સીડીએસ હતા. આર્મી ચીફ પદેથી 31 ડિસેમ્બર 2019ના નિવૃત થયા બાદ બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા હતા. તેઓ 31 ડિસેમ્બર 2016ના આર્મી ચીફ બન્યા હતા. જનરલ રાવતને પૂર્વી સેક્ટરમાં એલઓસી, કાશ્મીર ઘાટી અને પૂર્વોત્તરમાં કામ કરવાનો લાંબો અનુભવ હતો. અશાંત વિસ્તારમાં કામ કરવાનો અનુભવ જોતા મોદી સરકારે ડિસેમ્બર 2016માં જનરલ રાવતને બે વરિષ્ઠ અધિકારીઓ પર મહત્વ આપતા આર્મી ચીફ બનાવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube