શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં વધારે એક જવાનનાં અપહરણનાં સમાચાર આવી રહ્યા છે. આ જવાન જમ્મુ કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રી યૂનિટમાં ફરજંદ છે અને હાલ રજા હોવાના કારણે ઘરે આવ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આતંકવાદીઓએ તેનું ઘરમાંથી જ અપહરણ કરી લીધુ છે. હાલ પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાનાં આ જવાનની ઓળખ મોહમ્મદ યાસીન તરીકે કરવામાં આવી છે. તે મધ્ય કાશ્મીરનાં બડગામના કાજીપુરા ચાદુરાનો રહેવાસી છે. આ જવાન ગુમ થયાની માહિતી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ચુકી છે. સાથે જ પોલીસે આ મુદ્દે તપાસ ચાલુ કરી દીધી છે. 



આ ઉપરાંત સેનાએ પણ પોતાનો જવાન ગુમ થયાની માહિતી મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું છે. જો કે હજી સુધી તે માહિતી નથી મળી શકી કે મોહમ્મદ યાસીનના અપહરણ પાછળ કયા આતંકવાદી સંગઠન અને આતંકવાદીઓનો હાથ છે.