નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીકના વિસ્તારોમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેના તરફથી આજે સવારે પૂંછના શાહપુર વિસ્તારમાં ભારે ફાયરિંગ કરવામાં આવ્યું. આ ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. શહીદ થયેલા જવાનનું નામ હરી વાકર છે. તેઓ રાજસ્થાનના રહીશ હતાં. પાકિસ્તાનના આ ફાયરિંગમાં તેઓ ઘાયલ થયા હતાં અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શશિ થરૂરે પ્રિયંકા ગાંધી વિશે આપ્યું એવું નિવેદન, રાહુલને પસંદ કરતા લોકોના ધબકારા વધશે


અત્રે જણાવવાનું કે પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી ઠેકાણાઓ ઉપર કરાયેલી એર સ્ટ્રાઈક બાદથી પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામના ભંગની ઘટનાઓ વધી છે. પાકિસ્તાની સેના સતત એલઓસી પર ભારતીય સરહદે આવેલા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યાં છે. 


લેટેસ્ટ સમાચાર માટે જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...