નવી દિલ્હીઃ લેહ, લદ્દાખ અને સિયાચિન જેવા ખુબ ઉંચા અને દુર્ગમ સ્થાનોમાં તૈનાત ભારતીય સૈનિકોને કપડા, જૂતા, સ્લીપિંગ બેગ અને સન ગ્લાસ જેવી ગંભીર તંગીનો સામનો કરવો પડ્યો છે. CAGના ખામીઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, જવાનોને ચાર વર્ષ સુધી બરફના સ્થાન પર પહેરાતા કપડા અને બીજા સામાનોની તંગીનો સામનો કરવો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની સરહદ પર તૈનાત સૈનિકોને પર્યાપ્ત માત્રામાં કેલેરી પણ મળી રહી નથી. આ ખુલાસો ભારતીય નિયંત્રક અને ઓડિટર જનરલ એટલે કે CAGએ પોતાના એક રિપોર્ટમાં કર્યો છે. કેગનો આ રિપોર્ટ સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બરફના વિસ્તારમાં તૈનાત સૈનિકોને સ્નો બૂટ (snow boot) ન મળવાને કારણે સૈનિકોએ જૂના જોડા રિસાઇકલ કરીને પહેરવા પડ્યા છે. 


સેનાને બજેટની તંગી
કેગે ગણાવ્યું કે, માર્ચ 2019માં રક્ષા મંત્રાલય તરફથી આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે બજેટની તંગી અને આર્મીની જરૂરીયાતમાં વદારાને કારણે જવાનોને આ મુશ્કેલી પડી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2017માં બરફના વિસ્તારમાં ઉપયોગમાં લેવાતા કપડા અને સામાનની માગ વધીને 64,131 થઈ ગઈ. આ કારણે સેના મુખ્યાલયમાં આ સામાનોની કમી થઈ હતી. પરંતુ રક્ષા મંત્રાલયે કહ્યું કે, ધીમે-ધીમે આ કમીને પૂરી કરી દેવામાં આવશે. 


સન ગ્લાસની તંગી
મહત્નનું છે કે રક્ષા મંત્રાલયે વર્ષ 2015-2016થી લઈને 2017-2018 સુધી જવાનોના સામાનમાં થયેલી તંગીને લઈને પાછલા વર્ષે માર્ચ 2019માં સ્પષ્ટા આપી હતી. 


રક્ષા મંત્રાલયે તે પણ દારો કર્યો કે સૈનિકોને જમીની સ્તર પર સામાનોની કમી પડી નથી. પરંતુ કેગે કહ્યું કે, રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતાને સ્વીકાર ન કરી શકાય. કેગે સ્નો ગોગલ્સની કમીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેની કમી 62થી 98 ટકા વચ્ચે નોંધાઇ છે. 


રિસાઇકલ કરી પહેરવા પડ્યા શૂઝ
કેગના રિપોર્ટને સોમવારે સંસદના બંન્ને ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, નવેમ્બર 2015થી લઈને સપ્ટેમ્બર 2016 સુધી જવાનોને શૂઝ આપવામાં આવ્યા નથી. આ કારણે જવાનોએ જૂના શૂઝ રિસાઇકલ કરીને કામ ચલાવવું પડ્યું હતું. કેગે પોતાના રિપોર્ટમાં કહ્યું, 'સામાનોની ખરીદીમાં કમી, જૂની વસ્તુની સપ્લાઈ કે પછી સંપૂર્ણ રીતે સપ્લાઈ બંધ થવાને કારણે ઉંચા સ્થાનો પર તૈનાત જવાનોનું શરીર અને સ્વાસ્થ્ય પ્રભાવિત થયું છે.'


જૂના ફેસ માસ્ક, જૂના જેકેટ
રક્ષા સામાનોની ખરીદીમાં ખામી વિશે કેગે કહ્યું કે, જૂના ફેસ માસ્ક, જૂના જેકેટ અને સ્લીપિંગ બેગને ખરીદવામાં આવી. તેનાથી જવાનોને મુશ્કેલી થી અને તે નવી વસ્તુનો લાભ ન લઈ શક્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રક્ષા પ્રયોગશાળાઓ દ્વારા રિસર્ચના અભાવને કારણે દેશે આ સામાન માટે આયાત પર નિર્ભર રહેવું પડ્યું છે. 


9000 ફૂટ ઉંચાઈ પર રાશનની કમી
કેગે 9000 ફૂટ ઉંચા સ્થાન પર રહેવા માટે આવવામાં આવતા વિશેષ રાશન અને આવાસની વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા છે. મહત્વનું છે કે લેહ લદ્દાખ અને સિયાચિનમાં રહેતા જવાનોની કેલેરીને પૂરી કરવા માટે વિશેષ ભોજન અને સબ્સ્ટીટ્યૂટ આપવામાં આવે છે. કેગના રિપોર્ટ પ્રમાણે તેના ઉપયોગમાં પણ કંજૂસી કરવી પડી હતી. 


કેગે ટિપ્પણી કરી છે કે સબ્સ્ટીટ્યૂટની સપ્લાઈમાં કમીને કારણે જવાનોએ ઘણીવાર 82 ટકા સુધી ઓછી કેલેરી મળી. લેગની એક ઘટનાનો ઉલ્લેખ કરતા કેગે કહ્યું કે, અહીંથી સ્પેશિયલ રાશનને સૈનિકો માટે જારી થયેલું દેખાડવામાં આવ્યું, પરંતુ તેને હકીકતમાં તે સામાન મળ્યો નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...