જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકીઓ સાથે અથડામણ, સેના અધિકારી સહિત 2 જવાન શહીદ
Poonch Encounter: જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ગુરુવારે રાતે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં એક જૂનિયર કમિશન અધિકારી (JCO) સહિત સેનાના બે જવાન શહીદ થયા છે.
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ગુરુવારે રાતે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં એક જૂનિયર કમિશન અધિકારી (JCO) સહિત સેનાના બે જવાન શહીદ થયા છે. એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે અભિયાન હાલ ચાલુ છે અને સેનાના જવાનો સંપૂર્ણ વિસ્તારને ઘેરીને આતંકીઓની શોધખોળ કરી રહ્યા છે.
કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન દરમિયાન હુમલો
રક્ષા જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે મેંઢર સબ ડિવિઝનમાં નર ખાસ વિસ્તારમાં ચાલી રહેલા Counter-Terrorist Operation માં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થયું. ફાયરિંગમાં એક જેસીઓ અને એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા. જેમના સારવાર દરમિયાન મોત નિપજ્યા.
ઘટના બાદ સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરવા માટે
જમ્મુ-રાજૌરી-પૂંછ નેશનલ હાઈવેના કેટલાક ભાગ પર અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસથી ઘાટીમાં આતંકવાદી ઘટનામાં વૃદ્ધિ થયા બાદ સેના તરફથી આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત છ દિવસમાં સેનાએ આશરે 9 આતંકીઓને ઠાર કર્યા છે.
આ પણ વાંચોઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદે યથાવત રહેશે સિદ્ધુ, હાઈકમાન્ડને મળ્યા બાદ વલણ નરમ પડ્યું
મહત્વનું છે કે સોમવારે રાજૌરી સેક્ટરના પીચ પંજાલ રેન્જમાં આતંકીઓ સામે લડતા સેનાના પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. શહીદોમાંથી એક જૂનિયક કમીશંડ ઓફિસર અને ચાર સૈનિક સામેલ હતા. ઘટનાને લઈને રક્ષા વિભાગના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે ઘાત લગાવીને બેઠેકા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કરી દીધુ ત્યારબાદ પાંચ જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ બચાવી શક્યા નહીં.
3 ઓક્ટોબર બાદથી 7 નિર્દોષોને બનાવ્યા નિશાન
મહત્વનું છે કે 3 ઓક્ટોબરથી જમ્મુ-કાશ્મીરમાં અલ્પસંખ્યક સમુદાયોના ત્રણ લોકો સહિત સાત સામાન્ય નાગરિકના મોત થયા છે. તેમાં બે શિક્ષક સતિંદર કૌર અને દીપક ચંદ પણ સામેલ છે, જેની પાછલા ગુરૂવારે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તેની પહેલા 68 વર્ષીય કેમિસ્ટ માખન લાલ બિંદ્રૂ, બિહારના ભાગલપુરના સ્ટ્રીટ વેન્ડર વીરેન્દ્ર પાસવાન અને બાંદીપોરા જિલ્લામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube