નવી દિલ્હી : સેના કાશ્મીરની ખીણથી આતંકવાદની સફાઇ કરવા માટે એક મોટુ પગલુ ઉઠાવવાની તૈયારીમાં છે. મળતી માહિતી અનુસાર આર્મી ઓપરેશનની તમામ સમસ્યાઓનાં ઉખેલ માટે સેના એક ફુલપ્રુફ પ્લાન બનાવ્યો છે. મળતી માહિતી અનુસાર હવે સેના આર્મી ઓપરેશનમાં કાશ્મીરનાં ડિજીટલ મેપની મદદ લેવાની તૈયારી કરી રહી છે. એક અંદાજ અનુસાર ડિજિટલ મેપની મદદથી હવે સેના માટે કાશ્મીરમાં ઓપરેશન કરવું ખુબ જ સરળ બની જશે. સાથે જ ઘરમાં ઘુસતા સમયે સૈનિકોનાં થતા મોતની ઘટનાઓમાં ઘટાડો થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેના લાંબા સમયથી તૈયાર કરી રહી હતી નક્શા
સુત્રો અનુસાર સેના લાંબા સમયથી ગામડાઓ અન શહેરોનાં મકાનોનાં નક્શા તૈયાર કરી રહી હતી. તેમાં દરેગ ઘરને એક ખાસ નંબર આપવામાં આવ્યો છે. એટલું જ નહી આ ક્શામાં આતંકવાદી, સમર્થક, ન્યૂટ્રલ અથવા સેના સમર્થક તેવો માર્ક પણ કરવામાં આવ્યો છે. નક્શામાં રૂમ, બહારની ઓસરી, છાપરુ, ગુપ્ત રૂમ જેવા મહત્વપુર્ણ પોઇન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી જવાન ઘરમાં ઘુસે તે પહેલાથી જ તેને મકાનની ઝીણામાં ઝીણી વિગત અંગે માહિતી હોય.

ડ્રોનની મદદથી બનાવાઇ 3D ઇમેજ
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ મેન્યુઅલ નક્શાને હવે ગૂગલ મેપની મદદથી ડિજિટલ બનાવવામાં આવ્યો છે. જેથી આર્મી ઓપરેશન્ટ સમયે કમાન્ડ અને ટ્રુપ્સની પાસે તુરત જ વિસ્તાર અને બિલ્ડિંગ અંગેની તમામ માહિતી મળી રહે. મળતી માહિતી અનુસાર આ નક્શાને બનાવવા માટે UAV (ડ્રોન)ની મદદ લેવામાં આવી છે જેથી આ વિસ્તારની 3D ઇમેજ બનાવવામાં આવી શકે.