નવી દિલ્હીઃ કેન્દ્રની એનડીએ સરકારે પાછલા વર્ષે સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. સરકારે હવે અગ્નિપથ યોજના હેઠળ ભરતી નિયમોમાં મોટા ફેરફાર કર્યાં છે. તે હેઠળ ITI- પોલિટેક્નિક પાસ આઉટ પણ અરજી કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાએ અગ્નિપથ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે શૈક્ષણિક લાયકાતને વધારી દીધી છે. પ્રી સ્કિલ્ડ યુવા પણ અગ્નિપથ ભરતીમાં ભાગ લઈ શકશે. આઈટીઆઈ-પોલિટેક્નિક પાસ આઉટ ટેક્નિકલ બ્રાંચમાં અરજી કરી શકશે. તેનાથી પ્રી સ્કિલ્ડ યુવાઓને વિશેષ પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં તેમાં ટ્રેનિંગનો ટાઇમ પણ ઓછો હશે. આ મોટા ફેરફાર બાદ હવે યુવાનોને વધુ આ યોજનામાં સામેલ થવાની તક મળશે. 


નોંધનીય છે કે 16 ફેબ્રુઆરીએ અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં અગ્નિવિરોની ભરતીનું રજીસ્ટ્રેશન શરૂ થયું હતું. અગ્નિપથ ભરતી વર્ષ 2023-2024 માટે અપરણીત પુરૂષ યુવક સત્તાવાર વેબસાઇટ Joinindianarmy.nic.in પર વિઝિટ કરી ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકે છે. ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે, જ્યારે પસંદગી પરીક્ષાનું આયોજન 17 એપ્રિલ 2023ના થશે. 


આ પણ વાંચોઃ ફ્લાઇટમાં જન્મેલા બાળકને જીવનભર વિમાનની મળે છે મફત ટિકિટ? જાણો શું છે વાસ્તવિકતા


નોટિફિકેશન અનુસાર અગ્નિવીર જનરલ ડ્યૂટી, ટેક્નિકલ ક્લર્ક, સ્ટોર કીપર, ટ્રેડ્સમેનના પદ ભરવામાં આવશે. અગ્નિવીર પસંદગી પ્રક્રિયામાં હાલમાં કરવામાં આવેલા નવા ફેરફારો બાદ હવે ઉમેદવારોએ સૌથી પહેલા લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. તેમાં ક્વોલિફાય થનારા ઉમેદવાર જ શારીરિક કસોટી આપી શકશે. લેખિત પરીક્ષાનું આયોજન 17 એપ્રિલના થશે. 


અરજી માટે ક્રાઇટેરિયામાં વધારો
16 ફેબ્રુઆરીએ જારી નોટિફિકેશન અનુસાર અગ્નિવીર (જનરલ ડ્યૂટી) (ઓલ આર્મ્સ) માટે ધોરણ 10 પાસ પણ અરજી કરી શકે છે. તો અગ્નિવીર (ટેક્નિકલ) (ઓલ આર્મ્સ) માટે 12 પાસ અરજી કરી શકે છે. અગ્નિવીર ક્લાર્ક (સ્ટોર કીપર) પદ માટે ઓછામાં ઓછા 60 ટકા સાથે ધોરણ 12 પાસ યુવાનો અરજી કરી શકે છે. અગ્નિવીર ટ્રેડ્સમેન પદો માટે ધોરણ 8થી 10 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. હવે નવા ફેરફાર બાદ આઈટીઆઈ-પોલિટેક્નિક પાસ આઉટ યુવા પણ અરજી કરી શકશે. આ યુવાનોએ સેનાની ટેક્નિકલ બ્રાંચમાં અરજી કરવી પડશે. તેનો તાલિમનો સમય પણ ઓછો હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube