કાશ્મીરમાં પથ્થરબાજોને પછાડવા માટે સેનાને મળશે નવું જબરદસ્ત `હથિયાર`, ખાસ જાણો
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી રહ્યાં છે. સુરક્ષાદળો આકરા પાણીએ છે. આતંકીઓનું જીવવું હરામ થઈ ગયું છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી રહ્યાં છે. સુરક્ષાદળો આકરા પાણીએ છે. આતંકીઓનું જીવવું હરામ થઈ ગયું છે. ઓપરેશન ઓલઆઉટ અત્યંત સફળ રહ્યું છે અને રાજ્યમાંથી આતંકીઓનો સફાયો થઈ રહ્યો છે. જો કે સુરક્ષાદળો માટે મોટી સમસ્યા પથ્થરબાજો બને છે. ઓપરેશનને સફળતાપૂર્વક પૂરું પાડ્યાં બાદ આતંકીઓ અને કેટલાક સ્થાનિક અસામાજિક તત્વોના કારણે સુરક્ષાદળોએ પથ્થરમારો સહન કરવો પડે છે. જેની સામે કાર્યવાહીમાં પેલેટ ગનનો ઉપયોગ કરવો પડે છે જેમાં ક્યારેક નિર્દોષ લોકોએ પણ સહન કરવું પડે છે. અનેક લોકો આંખની ગંભીર ઈજાનો ભોગ બનતા હતાં. જેનો તોડ હવે કાઢી લેવાયો છે. અવાજનો ઉપયોગ કરીને કાશ્મીરમાં તોફાની તત્વો, પથ્થરબાજો અને આતંકીઓના કામ તમામ કરાશે.
VIDEO ઝારખંડ: ભીડે યુવકને કલાકો સુધી ગડદાપાટુ માર મરાતા મોત, SHO-ઓપી પ્રભારી સસ્પેન્ડ
ડીએનએના એક અહેવાલ મુજબ ગૃહ મંત્રાલય દ્વારા 'sound cannon' (સાઉન્ડ કેનન) ડિવાઈસને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે બહુ જલદી હવે સુરક્ષાદળોને સ્થાનિક તોફાની તત્વો સામે સુરક્ષા માટે પેલેટગનની જગ્યાએ આ ડિવાઈસ મળશે. આ ડિવાઈસ અવાજની તાકાત બતાવશે અને તોફાની તત્વોને ભગાડશે. પેલેટગનના કારણે મોટાપાયે આંખની ઈજાની ફરિયાદો આવતી હતી. ડિવાઈઝ Long Range Acoustic Device (LRAD) તરીકે ઓળખાય છે. આ સોનિક વેપન સૌથી પહેલા અમેરિકાના પિટ્સબર્ગમાં 2009માં જી20 સમિટ વખતે ભીડને કાબુમાં લેવા માટે વપરાયું હતું.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...