ચંડીગઢ: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને પાકિસ્તાનની તેમની મિત્ર અરુશા આલમ અંગે કોંગ્રેસ પાર્ટી છાશવાર સવાલ ઉઠાવતી રહે છે. ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ નેતા એકવાર ફરીથી પાકિસ્તાની પત્રકાર અને કેપ્ટનના મિત્રતાના સંબંધ અંગે આરોપ લગાવી રહ્યા છે. આ તમામ એકતરફી આરોપ પર સ્પષ્ટતા માટે ઝી મીડિયા સંવાદદાતાએ અરુશા આલમ સાથે ખાસ વાતચીત કરી. અરુશા આલમે પહેલીવાર ભારતીય મીડિયા સાથે ખુલીને કેપ્ટન અને પોતાના સંબંધને લઈને કોંગ્રેસ પાર્ટીના આંતરિક રાજકારણ પર વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ: શું પંજાબ ચૂંટણી પર તમારી નજર છે?
અરુશા આલમ: ઝી બિલકુલ મારી નજર છે. હું અસલમાં તો પત્રકાર જ છું અને હું ભારતીય ચેનલ્સ જોતી રહુ છું. તમારી ચેનલ પણ જોઉ છું. બેશક પંજાબના રાજકારણમાં રસ છે. 


સવાલ: અરુશા આલમ શું કેપ્ટન અમરિન્દરને શુભકામનાઓ પાઠવશે કારણ કે આ વખતે તેમણે પોતાની પાર્ટી બનાવી છે. પંજાબ લોક કોંગ્રેસ અને  બીજી શું આશા રાખી રહ્યા છો તમે?
અરુશા આલમ: જી બિલકુલ. મારી તેમના માટે ખુબ દુઆઓ છે તેઓ એક સારા પીઢ રાજકારણી છે. જેમની રાજકારણમાં જરૂર છે. શુભકામનાઓ તો બિલકુલ છે. તેઓ યોદ્ધા છે અને મને લાગે છે કે તેઓ જીતશે. 


સવાલ: તમારા પર આરોપ લાગતા રહ્યા છે, સુખજિંદર સિંહ રંધાવા હોય કે પછી અન્ય કોઈ કોંગ્રેસના,. સતત અનેક સવાલ ઉઠતા રહે છે. તમને શું લાગે છે કે તમારી ઉપર જેટલા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેના જવાબમાં તમે શું કહેશો?
અરુશા આલમ: જુઓ મે પહેલેથી જ  અનેક નિવેદન આપી દીધા છે. હવે તો તેઓ પોતાની ખેર મનાવે. જે મને નજર આવી રહ્યું છે આ બધા જ, હું તો તેમને લગડ ભગડની એક ટોળી કહું છું. એક મહિલાના સહારે તેઓ પોતાનું પોલિટિક્સ ચમકાવી રહ્યા હતા. આજે તમામ એક બીજા સાથે લડી બેઠા છે, તલવારો કાઢી બેઠા છે અને તમે જોજો તેઓ પંજાબમાં પાર્ટીનું કેટલું નુકસાન કરશે, તેમણે હકીકતમાં બબાલ પેદા કરી નાખી છે. 


સવાલ: તમને લાગે છે કે ને કોંગ્રેસના જે નેતાઓ છે, એક મહિલાનું નામ લઈને તેઓ આ સમગ્ર રાજકારણ ખેલી રહ્યા હતા અને હવે સમસ્યામાં ફસાયા છે? એવું તમે કહી રહ્યા છો. 
અરુશા આલમ: જી હા બિલકુલ, તે સમયે તો ભેગા થઈને બધા મારી પાછળ પડી ગયા હતા ને. જેથી કરીને કોઈ રીતે તેઓ પોતાની રાજનીતિ ચમકાવી શકે. હવે તેમના અસલ ચહેરા સામે આવી રહ્યા છે. હવે તમને પણ ખબર છે કે કેવી રીતે પંજાબ કોંગ્રેસમાં વિદ્રોહ થયો છે. હું તો જોઈ રહી છુ અને સમજી રહી છું કે આ કર્મ છે. આને કહે છે કુદરતનો ન્યાય. એક મહિલાને એટલે કે જેને કોઈ લેવાદેવા નહતી, જે ચીજોમાં મને ગૂંચવી હતી આ લોકોએ, અને જેમ તેમ કરીને મને રજૂ કરી હતી. આજે અલ્લાહ-ત-આલા તેમને પોતે, તેઓ હવે તોબા કરે કે ક્યારેય કોઈનું દિલ ન દુખાવું જોઈએ. અને જુઓ કેવી રીતે બનાવશે સરકાર, કોણ બનાવે છે, કોણ સીએમ બને છે?


સવાલ: જે રીતે કહેવાતું હતું કે કેપ્ટન સાથે તમારી મુલાકાતો વધુ થતી રહે છે  પરંતુ જે પ્રકારે તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ પાર્ટીના અન્ય નેતાઓ સાથે પણ તમારી મુલાકાત થઈ હશે અને તમારી અવરજવર અનેક વર્ષોથી છે. 15 વર્ષથી વધુ સમયથી તમે ભારત આવજા કરી રહ્યા છો. તો આવામાં સવાલ ઉઠે છે કે શું હવે આરુશા આલમ પર આ સવાલ ઉઠી રહ્યો છે કે હવે આવવાનું છે જવાનું છે. શું તમને લાગે છે કે આ રાજનીતિ હેઠળ બધુ કરવામાં આવ્યું?
અરુશા આલમ: જી બિલકુલ. રાજનીતિ હેઠળ જ બધુ કરવામાં આવ્યું. જુઓ પહેલી વાત તો એ છે કે કેપ્ટન અમરિન્દર સિંહ બે તૃતિયાંશ બહુમતી સાથે ચૂંટાયેલા મુખ્યમંત્રી હતા. બરાબરને. તેમના નામ પર જ મત પડ્યા અને તેઓ મુખ્યમંત્રી બન્યા. જે પ્રકારે ચોર દરવાજાથી તેમણે તેમને અસ્થિર કર્યા, તેમને કાઢ્યા અને એક ચૂંટાયેલી વ્યક્તિને ષડયંત્ર બનાવીને કાઢી મૂક્યા, ચન્નીને લાવીને બેસાડી દીધો. જે ચૂંટાઈને આવ્યો હતો તે મુખ્યમંત્રી, તેને હટાવીને ચોર દરવાજેથી એક પોતાની તરફથી એક નબળા બંદાને લઈ આવ્યા. હવે તેમના મનમાં મેલ હતો, તેમનું હ્રદય કાળું હતું, તેમની નીયત ખરાબ હતી તો હવે તેમને કોઈ ને કોઈ રસ્તો તો શોધવાનો જ હતો કે શું કરે કે જેથી કેપ્ટનની જે ઈજ્જત છે તે લોકોની નજરમાં નીચી થઈ જાય. અમે જે કામ કર્યું છે તેને કઈ રીતે યોગ્ય ઠેરવીએ. બિનલોકશાહી, ખુબ બેશર્મીની હદ સુધી તમે કોઈને પીઠ પાછળ ખંજર ભોકો. 


સવાલ: તમને લાગે છે કે કોંગ્રેસે કેપ્ટન અમરિન્દર સિંહને છરો ભોંક્યો છે આથી આ બધુ થયું છે?
અરુશા આલમ: જરૂર જરૂર . તમે શું સમજો છો, હવે તેમણે જે ષડયંત્ર રચ્યું હતું બધાએ મળીને, બધાના પોત પોતાના નિહિત સ્વાર્થ હતા. કોઈને પાર્ટી સાથે કે પંજાબ સાથે કોઈ રસ નહતો. 


સવાલ: જે પ્રકારનો માહોલ છે તમે ફરીથી ભારત આવશો?
અરુશા આલમ: એ તો જોઈશ. સમય આવ્યે કે મારે આવવું જોઈએ કે નહીં. મે ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે ખુબ લાંબો સંઘર્ષ કર્યો છે. હું SAFMA ના મંચથી સંબંધો સામાન્ય કરવા માટે લડતી રહી. મને ભારત ગમે છે. 


વધુ વિગતો માટે જુઓ Video


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube