નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું  હતું. 11 કરોડથી વધારે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.જેમાં મનોજ તિવારી, મહેબુબા મુફ્તી, રાજ બબ્બર સહિત 889 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું.  છઠ્ઠા મતદાન સમયે કેવા રંગ જોવા મળ્યા?... કયા રાજ્યમાં મતદાન યોજાયું? જોઈશું આ રિપોર્ટમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ
કુલ 58 બેઠક
કુલ 889 ઉમેદવારો


જાણો કયાં રાજ્યમાં કેટલું મતદાન
ક્યાં અને કેટલું મતદાન થયું?
બિહાર- 53.30
હરિયાણા- 58.37
જમ્મુ અને કાશ્મીર- 52.28
ઝારખંડ- 62.74
દિલ્હી- 54.48
ઓડિશા- 60.07
ઉત્તર પ્રદેશ- 54.03
પશ્ચિમ બંગાળ- 78.19


આ પણ વાંચોઃ Cyclone Alert: કાલે ટકરાશે ચક્રવાતી તોફાન, થઈ જજો સાવધાન! આ જગ્યાએ પડશે ભારે વરસાદ


લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 58 બેઠકનું મતદાન શાતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. છઠ્ઠા તબક્કાની બેઠક સહિત કુલ 487 બેઠકોનું મતદાન પૂરું થઈ ગયું છે. જેમાં નવી દિલ્લીથી ભાજપની ઉમેદવાર બાંસુરી સ્વરાજે પોતાના પિતા સાથે મતદાન કેન્દ્ર પહોંચીને મતદાન કર્યુ. વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્લીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમને ડિસ્ટ્રિક્ટ ઈલેક્શન ઓફિસ તરફથી પહેલા પુરુષ મતદાર તરીકેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું. તો કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પણ મતદાન કેન્દ્ર પહોંચીને મતદાન કર્યુ. તો રાજયસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે પણ પોતાનો મત આપ્યો. તો દેશના પ્રથમ વ્યક્તિ એવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ સમય કાઢીને મતદાન કર્યુ.


હરિયાણાની કુરુક્ષેત્ર બેઠકના ભાજપના ઉમેદવાર નવીન જિંદાલે હરિયાણામાં મતદાન કર્યુ. ભાજપના વર્તમાન સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે નવી દિલ્લીમાં લોકશાહીના પર્વની ઉજવણી કરી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર પણ પોતાના પરિવાર સાથે મતદાન કેન્દ્ર પહોંચ્યા અને મતદાન કર્યુ. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ લોકશાહીના પર્વની ઉજવણી કરતાં પોતાનો મત આપ્યો. તો તેમના બંને બાળકોએ પણ મતદાન કર્યુ. પુત્ર રેહાન અને પુત્રી મિરાયા મતદાનમથક પહોંચ્યા અને મતદાન કર્યુ.  મિરાયાએ પહેલીવાર પોતાનો મત આપ્યો. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ લોકશાહીના પર્વની ઉજવણી કરતાં મતદાન કર્યુ. મતદાન બાદ તેમણે દાવો કર્યો કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના બંને શહઝાદાઓની પાર્ટીનું ખાતું પણ નહીં ખૂલે.