કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની અર્પિતા મુખર્જીને એસએસસી કૌભાંડ મામલામાં આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તેને એક દિવસની ઈડી કસ્ટડીમાં મોકલી છે. સોમવારે તેને સ્પેશિયલ કોર્ટની સામે રજૂ કરવામાં આવશે. ઈડીએ તે પણ અપીલ કરી છે કે હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન સમયને કસ્ટડી ન માનવામાં આવે. જો તેને સારી સારવારની જરૂર હશે તો દિલ્હીની સારી હોસ્પિટલ કે એમ્સ કલ્યાણીમાં દાખલ કરાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે ઈડાના દરોડા દરમિયાન અર્પિતા મુખર્તીના ઘરેથી 21 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સિવાય તેના ઘરમાંથી ઘણા મોબાઇલ ફોન પણ મળ્યા હતા. આજે અર્પિતાને કોલકત્તાની બૈંકશાલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરતા પહેલા તેનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. 


આ પણ વાંચોઃ Goa bar row: સ્મૃતિ ઈરાનીએ આ નેતાઓને મોકલી લીગલ નોટિસ, પુત્રી પર લગાવ્યા હતા આરોપ


આ મામલામાં ઈડીએ કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીની પણ ધરપકડ કરી છે. હવે કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર ફરી આમને-સામને આવી ગયા છે. ટીએમસીએ નિવેદન જાહેર કરી કહ્યું કે જો પાર્ષ દોષી સાબિત થાય છે તો પાર્ટી કાયદાકીય પ્રક્રિયામાં સહયોગ કરશે અને તેના વિરુદ્ધ પગલા ભરશે. તો ઈડીનો આરોપ છે કે પાર્થ કસ્ટડી દરમિયાન પૂછપરછમાં સહયોગ કરી રહ્યાં નથી. ઈડીનું કહેવું હતુ કે બીજી હોસ્પિટલમાં કેમ દાખલ કરાવવામાં આવ્યા. 


બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાને લઈને ઈડીએ કોલકત્તા હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઈડીએ કોર્ટમાં કહ્યું કે સારવારના દિવસને કસ્ટડીમાં ગણવામાં ન આવે. જો પાર્થ ઈચ્છે તો સારવાર માટે દિલ્હીની સારી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી શકે છે. ઈડીનું કહેવું છે કે હોસ્પિટલમાં પાર્થ કોઈ ડોનની જેમ વર્તન કરી રહ્યાં છે અને તે અધિકારીઓને ધમકી આપી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube